VIDEO: “વાહે ગુરૂજી કા ખાલસા, વાહે ગુરૂજી કી ફતેહ”નાં પ્રચંડ સૂત્રનો નાદ ગુંજ્યો લદ્દાખમાં, રાજનાથસિંહની હાજરીમાં સેનાનાં જવાનોનું મનોબળ આકાશે

સૈનિકો સાથે શબ્દથી શબ્દ અને પુરા જુસ્સાભેર રાજનાથસિંહ પણ ગગનભેદી નાદ સાથે મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. "વાહે ગુરૂજી કા ખાલસા, વાહે ગુરૂજી કી ફતેહ"

Video: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Defense Minister Rajnath Sinh) કે જે હાલમાં ત્રણ દિવસનાં લદ્દાખ (Ladakh)નાં પ્રવાસે છે. આ એજ જગ્યા છે કે ભારત આ વિસ્તારનાં પૂર્વનાં ભાગમાં રહેલા ઘર્ષણને કાયમી ધોરણે દુર કરવા માગે છે. સંરક્ષણ પ્રધાન દુશ્મનોનાં કાન સુધી તેમની અને સૈનિકોનો સુત્રોચ્ચારની ગુંજ પહોચે તે માટે મજબૂત પ્રાર્થના કરી હતી.

સૈનિકો સાથે શબ્દથી શબ્દ અને પુરા જુસ્સાભેર રાજનાથસિંહ પણ ગગનભેદી નાદ સાથે મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. “વાહે ગુરૂજી કા ખાલસા, વાહે ગુરૂજી કી ફતેહ” (The Sikhs belong to God, God is Victorious)”.

 

ચાઈનાને સીધો જવાબ આપતા તેમણે જણાવ્યું કે ભારત ગલવાનનાં શહીદોને ક્યારેય નહી ભુલે, દેશની સેના અને તેમના દ્વારા આપવામાં આવેલા બલિદાનને દેશ ક્યારેય નહી ભુલે. દેશની સેના મજબુત છે અને તે કોઈ પણ પડકારનો જવાબ આપવા માટે સક્ષમ છે.

ગલવાનની ઘાટીમાં 20 જેટલા ભારતનાં સૈનિકોની જીંદગી જતી રહી હતી. 15 જુનનાં રોજ થયેલી સૈનિકો વચ્ચેની અથડામણને સૌથી વધારે જોખમી બતાવવામાં આવી રહી છે. દશકાની સૌથી મોટી  એટલે જ ગણવામાં આવે છે. ભારત તેનાં માર્યા ગયેલા સૌનિકો અને તેમના બલિદાનને ક્યારેય નહી ભુલાવી શકે.

લદ્દાખ પ્રવાસનાં બીજા દિવસે રાજનાથસિહે જણાવ્યું કે પાડોશી દેશ સાથે ચાલી રહેલા સંઘર્ષનો મુદ્દો વાતચીતનાં માધ્યમથી ઉકેલાઈ જાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati