Video: જો તમારુ મન અશાંત રહે છે તો આ યોગાભ્યાસ શરૂ કરો

ઘણીવાર એવું થાય છે કે તમને કામ કરવાનું મન નથી થતું અને તમારા મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે, જેના કારણે તમારું મન બેચેન થઈ જાય છે. તણાવને કારણે પણ આ પ્રકારની સમસ્યા થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 10:04 PM

કામના તણાવ, નબળાઈ કે અન્ય કારણોસર લોકોનું મન અને મગજ થાકી જાય છે. ઘણીવાર એવું થાય છે કે તમને કામ કરવાનું મન નથી થતું અને તમારા મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે, જેના કારણે તમારું મન બેચેન થઈ જાય છે. તણાવને કારણે પણ આ પ્રકારની સમસ્યા થાય છે. અનિદ્રાની ફરિયાદ હોય ત્યારે પણ મન અશાંત થઈ જાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા મન અને શરીરને શાંત કરવા માટે યોગનો અભ્યાસ કરવો જોઈએ.

આ વીડિયોમાં બતાવવામાં આવેલા યોગાસન કરવાથી તમને તણાવ, નબળાઈ સાથે અંશાત મનની સમસ્યાઓ ઓછી થશે. યોગાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થતી હોય છે. દરેક યોગાસન નિયમિત કરવાથી તેના ફાયદા ઝડપથી થાય છે. તમારે પણ અંશાત મનની સમસ્યા દૂર કરવી હોય તો તમારે રોજ નિયમિત આ યોગાસન કરવા જોઈએ.

યોગનો અર્થ

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.

‘યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે – રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">