જુઓ વિડીયો, કોરોના પોઝીટીવ દર્દી ઢળી પડયા, દુકાનદારે સીઆરપી પધ્ધતિથી કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી બચાવ્યો જીવ

આ એક એવો કપરો સમય છે કે, દેશ અને દુનિયામાં સૌ કોઈ કોરોના ( corona ) પોઝીટીવ દર્દીઓને તુચ્છકારી રહ્યાં છે. આવા સમયમાં એક કોરોના પોઝીટીવ વ્યક્તિને મ્હો વાટે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને જીવ બચાવ્યો હોવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

  • Bipin Prajapati
  • Published On - 13:07 PM, 7 Apr 2021
જુઓ વિડીયો, કોરોના પોઝીટીવ દર્દી ઢળી પડયા, દુકાનદારે સીઆરપી પધ્ધતિથી કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી બચાવ્યો જીવ
કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને દુકાનદારે બચાવ્યો જીવ

અત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં એક એવો કપરો સમય ચાલી રહ્યો છે કે,  કોરોના ( corona ) પોઝીટીવ દર્દીઓથી બધા દૂર ભાગતા હોય છે. આવા સમય અને  વાતાવરણ વચ્ચે માનવતાને મહેકાવતો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વાત માર્ચ મહિનાની છે. પણ આ માનવતા મહેકાવવાની ઘટનાની સુવાસ પ્રસરાવતી પ્રસરાવતી હવે સામે આવી છે. અને તે પણ વિડીયો સ્વરૂપે.

વાત એવી છે કે, વડોદરાના કારેલીબાગમાં મેડીકલ સ્ટોર ઉપરથી કૌશીકભાઈ શાક કાયમ દવા લેતા આવ્યા છે. એક દિવસ સવારે કૌશીકભાઈ શાહ દવા લેવા માટે મેડીકલ સ્ટોર ઉપર આવ્યા. પરંતુ તેમની તબિયત એકાએક લથડતા તેઓ મેડીકલ સ્ટોરની આગળ જ ફસડાઈ પડ્યા હતા. પોતાના નિયમિત ગ્રાહકને આ રીતે ફસડાતા જોઈને મેડીકલ સ્ટોરના માલિક બાલકૃષ્ણ ગજ્જર અને મેડીકલ સ્ટોરના અન્ય કર્મી રોનક બન્નેએ દોડી જઈને કૌશીકભાઈને મ્હો વાટે કૃત્રિમ શ્વાસ આપવાની સીઆરપી પધ્ધતિથી બાલકૃષ્ણભાઈએ ફસકી પડેલા અશોકભાઈને શ્વાસોચ્છવાસ આપ્યો હતો.

સીઆરપી પધ્ધતિથી હોશમાં આવેલા અશોકભાઈના ઘરવાળાઓને જાણ કરી અને તેમને સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અશોકભાઈ જ્યારે જરૂરી દવા લેવા આવ્યા ત્યારે જાણ નહોતી કે કેઓ કોરોનાથી સંક્રમિત થઈને કોરોના પોઝીટીવ છે. સીઆરપી પધ્ધતિથી અશોકભાઈને શ્વાસોચ્છવાસ આપનારા બાલકૃષ્ણભાઈ હવે કોરોનાથી સંક્રમિત થયા છે. અને સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમની સાથેના કર્મચારી રોનકનું કહેવુ છે કે, મેડીકલ સ્ટોર ધરાવતા હોવાથી અને મેડીકલ લાઈનના થોડાક જાણકાર હોવાથી, ગ્રાહક અશોકભાઈને સીઆરપી પધ્ધતિથી કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપ્યો. જેના કારણે ભલે કોરોના પોઝીટીવ થયા પણ કોઈનો જીવ બચાવ્યાનો સંતોષ છે.

જો કે સમયસર કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાને કારણે અશોકભાઈનો જીવ તો તે સમયે બચી ગયો પણ કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપનાર મેડીકલ સ્ટોરના માલિક બાલકૃષ્ણ ભાઈને તો કોરોના થયો. હાલ તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, કોરોના તો આજે છે અને  કાલે ચાલ્યો જશે અને મટી પણ જશે. પણ સીઆરપી પધ્ધતિથી કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને એક સમયે કોઈનો જીવ બચાવવો જરૂરી છે. પછી ભલે કાલે જે થવાનું હોય તે થાય. આજે કોઈના માટે થોડુ ઘણુ કરીને સંતોષ માની લેવો.

જો કે બાલકૃષ્ણભાઈએ જેમને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને તત્કાળ જીવ બચાવ્યો હતો તે અશોકભાઈની બાયપાસ સર્જરી કરાવેલ હતી. પણ અશોકભાઈનો કોરોના રીપોર્ટ કરાવતા તેઓ પોઝીટીવ હોવાનું સામે આવ્યુ અને આ ઘટનાના ત્રીજા દિવસે અશોકભાઈ કોરોનાની સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા.