Surendranagar News: ગામોના તળાવ અને ડેમો ભરાશે, 35 ગામમાં મુકાશે સૌની યોજનાના વાલ્વ

Surendranagar News: ગામોના તળાવ અને ડેમો ભરાશે, 35 ગામમાં મુકાશે સૌની યોજનાના વાલ્વ

| Edited By: | Updated on: Oct 28, 2023 | 1:43 PM

સરકારે તાત્કાલિક સર્વે કરી મચ્છુ ડેમમાંથી 248 કરોડના ખર્ચે નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરીને મંજૂરી આપી છે. ચોટીલા તાલુકાના 35 ગામોમાં આ યોજનાના વાલ્વ મુકવામાં આવશે. જેથી 35 જેટલા ગામોને પીવા અને સિંચાઈના પાણીનો લાભ મળશે. એટલું જ નહીં ખેડૂતો પણ હવેથી 3 સિઝન પાક લઈ શકશે.

સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ગામડાઓમાં પીવા અને સિંચાઈના પાણીનો સમસ્યાનો અંત આવશે. લોકોને પીવા અને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડશે નહીં. સૌની યોજના અંતર્ગત 248 કરોડના ખર્ચે ડેમ અને તળાવ ભરવા અંગેની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ધારાસભ્ય શામજી ચૌહાણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પાણીની સમસ્યા અંગે લેખિત રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ ચોટીના તાલુકા આસપાસના ગામમાં સૌની યોજના કાર્યરત ન હોવાની રજૂઆત કરી હતી. જેથી સરકારે તાત્કાલિક સર્વે કરી મચ્છુ ડેમમાંથી 248 કરોડના ખર્ચે નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરીને મંજૂરી આપી છે. ચોટીલા તાલુકાના 35 ગામોમાં આ યોજનાના વાલ્વ મુકવામાં આવશે. જેથી 35 જેટલા ગામોને પીવા અને સિંચાઈના પાણીનો લાભ મળશે. એટલું જ નહીં ખેડૂતો પણ હવેથી 3 સિઝન પાક લઈ શકશે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)