Valsad : ગુજરાતમાં પ્રવેશવા RTPCR ફરજિયાત, લોકોએ લીધો નકલી RTPCR સર્ટિફિકેટનો સહારો

મુંબઈ તરફથી આવતા તમામ પ્રવાસીઓએ રાજ્યમાં પ્રવેશવા માટે ભીલાડ ચેકપોસ્ટ પર 72 કલાકનો RTPCR ટેસ્ટ ફરજીયાત છે, ત્યારે કેટલાક લેભાગુ લોકો નકલી RTPCR ટેસ્ટ સર્ટિફિકેટનું કૌભાંડ કરી રહ્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 16, 2021 | 6:02 PM

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બેફામ રીતે વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે રાજ્યમાં પ્રવેશ કરતા તમામ કારચાલકો અને પ્રવાસી માટે RTPCR ફરજિયાત છે. મુંબઈ તરફથી આવતા તમામ પ્રવાસીઓએ રાજ્યમાં પ્રવેશવા માટે ભીલાડ ચેકપોસ્ટ પર 72 કલાક નો આર ટી પી સી આર ટેસ્ટ ફરજીયાત છે, ત્યારે કેટલાક લેભાગુ લોકો આરોગ્ય અને પોલીસની ટીમને ચકમો આપવા માટે નકલી RTPCR ટેસ્ટ સર્ટિફિકેટ નું કૌભાંડ કરી રહ્યા હતા, ત્યારે વલસાડની ભીલાડ પોલીસે આ મામલે નકલી આરટી પીસીઆર સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.આથી .મહારાષ્ટ્રના કોરોના કેસ વધતા ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ પર આવી ગયું છે અને હવે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે નિયમો કડક કરી દેવામાં આવ્યા છે અને 72 કલાકમાં કરેલો આર ટી પી સી આર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.આથી વલસાડ જિલ્લાની ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. ભીલાડ ચેકપોસ્ટ પર તેનાત આરોગ્ય વિભાગની ટીમે ગુજરાતમાં પ્રવેશતા ચાલકો પાસે આર ટી પી સી આર રિપોર્ટ ન હોય તેવા તમામ લોકો ને મહારાષ્ટ્ર પરત મોકલવામાં આવ્યા હતા.. આવા માહોલ વચ્ચે ભીલાડ પોલીસ અને આરોગ્યની ટીમને કેટલાક આર ટી પી સી આર ના સર્ટીફેકેટના ક્યુ આર કોડ સ્કેનમાં ગરબડી લાગી હતી.આ મામલે ભીલાડ પોલીસે આધુનિક ટેક્નોલોજીનો સહારો લઇ તપાસ કરી હતી ત્યારે બહાર આવ્યું હતું કે કેટલાક પ્રવાસીઓ ના આર ટી પી સી આર નકલી હતા.ત્યારે એક જ દિવસ માં 14 જેટલા આર ટી પી સી આર નકલી હોવાથી વાંસલડી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

આર ટી પી સી આર કરાવતી વખતે જેતે પેથોલોજી લેબ દર્દી નું નામ અને તમામ વિગત આ ટેસ્ટ માં નોંધાતી હોય છે.આ રિપોર્ટમાં કેટલાક લોકો કોમ્યુટરની મદદથી ચેડાં કરી નાખતા હતા. અને જે દર્દીના નેગેટિવ રિપોર્ટ હોય તે દર્દીના રિપોર્ટમાં નામમાં ચેડાં કરી નવું નામ ઉમેરી નકલી આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ બનાવી લેવામાં આવતા હતા.જોકે ભીલાડ ચેકપોસ્ટ પર આવેલ પોલીસ અને મેડિકલ ટીમે પણ આ તમામ ટેસ્ટ ના ક્યુ આર કોડને પણ ઝીણવટ થી તપાસ કરવામાં આવે છે. અને કોમ્પ્યુટરરાઇડ મશીનથી આ ટેસ્ટના ક્યુ આર કોડને અન કોડ કરી ટેસ્ટની તમામ વિગતો તાપસવામાં આવે છે. જેથી નકલી ટેસ્ટ રિપોર્ટનો તાત્કાલિક ખ્યાલ આવી જાય છે.વલસાડ જિલ્લા પોલીસે જાહેર જનતાને ચેતવણી આપી છે કે વલસાડ પોલીસ સતર્ક છે. અને આવા કૌભાંડને તાતકાલિક ઝડપી લેવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ કૌભાંડમાં વલસાડ પોલીસે હાલે ૧ લક્ઝરી બસ સહીત બે વાહનો ડિટેન કર્યા છે. અને ૧૩ જેટલા લોકોને નકલી આરટીપીસીઆર ટેસ્ટ સાથે ઝડપી પડયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લક્ઝરીના ચાલાક જ પોતાના પેસેન્જર માટે આ પ્રકાર ના નકલી ટેસ્ટની સગવડ કરી આપતો હતો. ત્યારે હાલ વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસ સાથે રહી આ કૌભાંડના મુખ્ય માસ્ટરમાઈન્ડ ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં ભીલાડ પોલીસ વધુને વધુ કડક કાર્યવાહી કરશે. જેથી ટીવી૯ પણ લોકોને અપીલ કરે છે કે આ પ્રકારે નકલી આરટીપીઆર બનાવતા લોકોથી દૂર રહે નહીંતર ચોક્કસ જેલની હવા ખાવાનો વારો આવશે.

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">