Valsad: કપરાડામાં મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

Valsad : કપરાડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના તમામ તાલુકામાં ધીમીધારે વરસાદ (Rain)વરસ્યો હતો. જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી,

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 16, 2021 | 6:28 PM

Valsad : રાજ્યમાં વરસાદનાં આગમનની આલબેલ પોકારાઈ છે તે વચ્ચે હવે વિવિધ જિલ્લાઓમાં વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી પાડી દીધી છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડમાં આ વર્ષે પ્રથમવાર એવુ બનશે કે વરસાદ 10 દિવસ પહેલા શરૂ થઈ ચુક્યો છે. વલસાડ શહેર સિવાય કપરાડા તાલુકામાં પણ સારા એવો વરસાદ નોંધાયો હતો.

વલસાડ (Valsad )ના કપરાડામાં વરસાદની એન્ટ્રી થઈ હતી, દિવસભર બફારા બાદ વરસાદ (Rain) વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 13 જુનથી ચોમાસું બેસી ગયું છે. થોડા દિવસ પહેલા અમરેલીમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક ખેડૂતો (Farmer)એ વાવણી પણ કરી દીધી હતી. હવામાન વિભાગ દ્વારા અગાઉ 16જૂને શહેરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી હતી

એક બાજુ હવામાન વિભાગ (Meteorological Department)દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં વાવણી લાયક વરસાદ (Rain) માટે રાહ જોવી પડશે. અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બની રહી નથી. રાજસ્થાન તરફ એક સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાયેલું છે,જેની અસરથી આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">