Vadodra Fire : વડોદરાના અલકાપુર ગરનાળા પાસે અચાનક આગ લાગી, 10 કિમી સુધી દેખાયો ધુમાડો

આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચી ગઇ હતી. આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 28, 2021 | 7:16 PM

વડોદરાના અલકાપુર ગરનાળા પાસેના એક હોર્ડિંગમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા વળી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 સુધી આગ પહોંચી ગઇ હતી. આગના ધૂમાડા 10 કિ.મી. દૂર સુધી દેખાયા હતા.

ઘટનાને લઇને રેલવે વિભાગ થયુ દોડતું

રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને લઇને તરત જ રેલવે વિભાગ દોડતુ થયુ હતુ. હાલમાં તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગને પગલે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો અને અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતુ ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો આગની ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">