Vadodara : મહિલા દુકાનદારની સતર્કતાથી રૂપિયા 500ની નકલી નોટ વટાવતા પત્રકાર સહીત બે ઝડપાયા

Vadodara : દુકાનદાર મહિલાની જાગૃતિના કારણે વડોદરામાંથી નકલી ચલણી નોટ વટાવવાનુ કૌંભાડ પકડાયુ છે. પોલીસે ઝડપેલા બે આરોપીઓમાંથી એક તો ભરૂચમાં સાપ્તાહિકનો પત્રકાર હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 9:54 AM

Vadodara : નકલી નોટોનું ( fake currency notes) કૌભાંડ વારંવાર બનતું હોય છે. વડોદરામાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ જાગૃત દુકાનદારો દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.  સગીર દ્વારા નકલી નોટો વટાવવાનું કૌભાંડ કરવામાં આવતું હતું.

વડોદરાના છાણી જકાતનાકા સ્થિત પ્રોવિઝન સ્ટોર પર 500ની નકલી નોટ વટાવવા નીકળેલા સગીર સહિત એક વ્યક્તિને 2 દુકાનદારોએ પોલીસને સોંપ્યો હતો. સગીરs 500ની નોટથી સિગારેટની ખરીદી કરી હતી. મહિલાએ સિગરેટના પૈસા લઇ બીજા પૈસા પાછા આપ્યા હતા. પરંતુ એક શખ્સે દુકાનદાર મહિલાને 500ની નોટની ચકાસણી કરવા કહ્યું હતું. આ બાદ સગીરને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સગીરને પકડી પાડતા પ્રેસ લખેલી કારમાંથી એક શખ્સ આવી તે પ્રેસમાં હોવાનું જણાવીને ધમકી આપી હોબાળો મચાવ્યો હતો. પ્રેસના નામે રોફ જમાવતો શખ્સ ભરૂચનો મીનાજ નાથા હતો. આ શખ્સ સત્યના શિખરે સાપ્તાહિકનો પત્રકાર હોવાનું જણાવ્યું હતું. નકલી નોટો અંગેની ફતેગંજ પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી.

પોલીસને 500ની 27 હજારની બોગસ નોટ પ્રેસ લખેલી કારમાંથી મળી હતી. પોલીસે 54 નોટ અને કાર કબ્જે લઈ મીનાજ અબ્દુલ નાથા અને સગીરની અટકાયત કરી હતી. તો પોલીસે મીનાજ અબ્દુલ નાથા અને સગીરે અગાઉ આ નોટ ક્યાંય વટાવી હતી કે નહીં તે અંગેની તપાસ શરૂ કરી છે. આ સાથે જ ફતેહગંજ પોલીસની પ્રાથમિક તપાસમાં નોટો નકલી હોવાનું પુરવાર થયું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">