Vadodara : ચાંદોદ નર્મદા કાંઠે ગંગા દશહરાની ઉજવણીમાં ઊમટ્યું માનવ મહેરામણ, કોરોના ગાઈડલાઇનના ધજાગરા

Ganga Dussehra Mahotsav : 11 જૂનથી પ્રારંભ થયેલો આ પર્વ 20 જૂન સુધી શ્રદ્ધા ભક્તિથી મનાવવામાં આવશે. ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાંજે યોજાતી દિવ્ય આરતીમાં હજારો શ્રધ્ધાળું ઉમટી પડે છે.

  • Publish Date - 9:41 pm, Mon, 14 June 21 Edited By: Utpal Patel

Vadodara : ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ (Chandod)ના નર્મદા કિનારે ઉજવાઈ રહેલા 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવ (Ganga Dussehra Mahotsav)નો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેમ કોરોનાના તમામ નીતિ નિયમને નેવે મૂકીને મહોત્સવમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. મલ્હાર ઘાટ પર લોકોની ભીડ જોવા મળી હતી.

ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે ઉજવાઈ રહેલા 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો શ્રદ્ધાળુઓ લાભ મેળવી રહ્યા છે. ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું તેની સ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહરાનુ પર્વ મનાવવામાં આવે છે.

ચાલુ વર્ષે 11 જૂનથી પ્રારંભ થયેલો આ પર્વ 20 જૂન સુધી શ્રદ્ધા ભક્તિથી મનાવવામાં આવશે. ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાંજે યોજાતી દિવ્ય આરતીમાં શ્ર્ધ્ધાળુ જોડાય છે. આ દિવસો દરમિયાન ગંગાજી-નર્મદાજી માં સ્નાન કર્યાનો બેવડો લાભ લે છે. જો આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે તો કોરોનાની ત્રીજી લહેર આવવાની બહુ રાહ નહીં જોવી પડે.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati