Vadodara : સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. કોરોનાના આંકડાઓ ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે.ત્યારે એક અહેવાલ એવા પણ સામે આવ્યા છે કે લગ્ન મંડપમાંથી કન્યા વિદાય થાય તે પહેલાજ દુનિયામાંથી વિદાય લઈ લે છે. ગોત્રી વિસ્તારમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. લગ્ન બાદ આજે સવારે કન્યાની વિદાય હતી. વિદાય વખતે જ કન્યાને ચક્કર આવ્યાં હતા. બાદમાં સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી. અને નોંધનીય બાબત એ છે કે આ કન્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.