Vadodara : સામૂહિક આપઘાતનો પ્રયાસ કરનાર 3 લોકોની હાલત ગંભીર, SSG હોસ્પિટલ ખસેડાયા

Vadodara : વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં ભાડા રહેતા સોની પરિવારે ગઇકાલે સામૂહિક આપઘાત કર્યો હતો, જેમાં 3 સભ્યોમાં કરૂણ મૃત્યુ થયા છે.

  • Tv9 webdesk42
  • Published On - 13:27 PM, 4 Mar 2021
Vadodara : સામૂહિક આપઘાતનો પ્રયાસ કરનાર 3 લોકોની હાલત ગંભીર, SSG હોસ્પિટલ ખસેડાયા

Vadodara : વડોદરામાં સામૂહિક આપઘાત કેસમાં બચેલા ત્રણ લોકોને ખાનગી હોસ્પિટલમાંથી SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણમાંથી બેની હાલત અત્યંત નાજુક છે. સોની પરિવારનો પુત્ર ભાવિન, નરેન્દ્ર સોનીની પત્ની દીપ્તિબેન અને તેમની પુત્રવધૂ ઉર્વી સઘન તબીબી નિરીક્ષણ હેઠળ છે. ત્રણેયની સ્થિતિ વિશે તબીબોના અભિપ્રાય બાદ પોલીસ નિવેદન નોંધવાની કાર્યવાહી કરશે.

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં ભાડા રહેતા સોની પરિવારે ગઇકાલે સામૂહિક આપઘાત કર્યો હતો. આર્થિક સંકડામણના કારણે બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પી લીધી હતી, જેમાં ઘરના મોભી, પૌત્ર અને તેમની ધોરણ-12માં અભ્યાસ કરતી દીકરીનું કરુણ મૃત્યુ થયું છે,  જ્યારે મોટો દીકરો અને તેની પત્ની સહિતના 3 પરિજનો હાલ સારવાર હેઠળ છે.