Vadodara: મ્યુકોરમાઈકોસિસના કેસોને લઈને SSG હોસ્પિટલ તંત્ર સજ્જ, 24 કલાકમાં 20 કેસ

મ્યુકોરમાઈકોસિસના કેસનો લઈને SSG હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. વડોદરામાં 24 કલાક દરમિયાન મ્યુકોરમાઈકોસિસના 20 કેસ નોંધાયા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 29, 2021 | 4:54 PM

Vadodara: રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસે (Mucormycosis) ભરડો લીધો છે. ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના 3 હજારથી વધુ કેસ નોંધાય ચુક્યા છે. આંખ, દાંત અને જડબાં કાઢી લેવાના લીધે લોકોને જોવા અને ખાવા લાયક પણ રહેવા ન દેતા મ્યુકોરમાઈકોસિસના રોગનો ખૌફ કોરોના કરતા પણ વધારે જોવા મળી રહ્યો છે.

 

મ્યુકોરમાઈકોસિસના કેસનો લઈને SSG હોસ્પિટલ તંત્ર સજ્જ થયું છે. વડોદરામાં 24 કલાક દરમિયાન મ્યુકોરમાઈકોસિસના 20 કેસ નોંધાયા છે. SSG હોસ્પિટલમાં 13 અને GMERS ગોત્રી હોસ્પિટલમાં 7 દર્દીઓ દાખલ થયા છે. વડોદરા શહેરમાં કુલ 298 દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર હેઠળ છે.

 

 

SSG હોસ્પિટલમાં કુલ 227 દર્દીઓ અને GMERS ગોત્રી હોસ્પિટલમાં 71 દર્દીઓ સારવાર હેઠળ છે. SSG હોસ્પિટલમાંથી 19 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી કુલ 327 દર્દીઓ રજિસ્ટર થયા છે. ગુજરાતના 7 શહેર-જિલ્લામાં શુક્રવારે મ્યુકોરમાઈકોસિસના (Mucormycosis) 89 નવા કેસ અને 3 મોત નોંધાયા છે.

 

 

સૌરાષ્ટ્રમાં મ્યૂકરના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શુક્રવારે રાજકોટમાં નવા 21  કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 661, જામનગરમાં નવા 6 કેસ સાથે કુલ કેસની સંખ્યા 135 થઈ, તેવી જ રીતે જૂનાગઢમાં 4  નવા કેસ અને અમરેલીમાં એક નવો કેસ નોંધાયો છે.

 

આ પણ વાંચો: કોરોનાએ 100% ઝપટમાં લીધો તો કોરોનાને હરાવ્યો પણ 100% , વાંચો દેશમાં જૂજ કિસ્સામાં જીવવાની જીજીવિષાએ કઈ રીતે મોત પર જીત મેળવી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">