Vadodara Rain: વાવાઝોડા સાથેના વરસાદે વડોદરાને ધમરોળ્યુ, અનેક વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાય, VMCનો એક્શન પ્લાન ધોવાયો

Vadodara Monsoon: વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ (Rain) શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું.

| Updated on: Jun 17, 2021 | 5:26 PM

Vadodara Monsoon: વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ (Rain) શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાય (Tree Collapse) થઈ ગયાં હતાં અને 3થી 4 સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે તો કેટલાંક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયાં હતાં. વડોદરાનાં રાત્રિબજાર પાસે આવેલું વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતાં ટ્રાફિક ખોરવાઇ ગયો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં, જેને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી, જેને પગલે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં, જેને પગલે વીજ કંપની અને ફાયરબ્રિગેડે કામગીરી શરૂ હતી.  શહેરમાં અચાનક વાતવરણમાં પલટો જોવા મળ્યો અને ત્યારબાદ ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો જેના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાય થયા હતા.

સાથે જ દિવાલ પડી જવાની પણ ઘટના સામે આવી હતી તો બીજી તરફ તોફાની વરસાદને કારણે અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા હતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે કોર્પોરેશનની ટીમ કામે લાગી હતી તો બીજી તરફ ધરાશાય થયેલા વૃક્ષ અને દિવાલને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં ધોધમાર વરસાદ થતા હાલ બેહાલ થઇ ગયા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી જેમાં કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ રોડ પર બે વૃક્ષ ધરાશાય થઇ ગયા જો કે, માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને કોર્પોરેશને વૃક્ષોનું કટિંગ કરીને લઇ ગયા હતા સારી વાત એ છે કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">