Vadodara : સ્મશાનના ભયાવહ દૃશ્યો આવ્યાં સામે, સ્મશાનમાં ઠેર ઠેર કોરોના મૃતકોના અસ્થિના પોટલા

Vadodara : ભયના કારણે સ્વજનો Corona મૃતકોના અસ્થિ લેવા ન આવતા સ્મશાન કર્મચારીઓએ અસ્થિના પોટલા બાંધ્યા

| Updated on: Apr 08, 2021 | 3:59 PM

Vadodara : રાજ્યના ચાર મહાનગરોમાં Corona ની સ્થિતિ ભયાનક સ્તરે પહોચી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં 7 એપ્રિલે કોરોના રેકોર્ડ બ્રેક 3575 કેસ નોંધાયા હતા અને કોરોનાના કારણે 17 દર્દીઓના મૃત્યુ થયા હોવાનું બતાવવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાના કેસ વધવાની સાથે એક્ટીવ કેસો પણ વધી રહ્યા છે અને મૃત્યુ પણ વધી રહ્યા છે. સ્મશાનોમાં મૃતકોની અંતિમ વિધિ માટે લાંબી લાઈનો લાગે છે તો અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પણ સ્મશાનના ભયાવહ દૃશ્યો સામે આવે છે.

ખાસવાડી સ્મશાનમાં ઠેર ઠેર અસ્થિના પોટલા
Vadodara ના ખાસવાડી સ્મશાનના ભયાવહ દૃશ્યો સામે આવ્યાં છે. અહી  Corona મૃતકોની અંતિમવિધિ અને અગ્નિસંસ્કારની પ્રક્રિયા સતત  શરૂ જ રહે છે. સ્મશાનમાં સેંકડો કોરોના મૃતકોના અગ્નિસંસ્કાર થાય છે ત્યારબાદ જે અસ્થિ બચે છે તેના પણ ઢગલા થઇ રહ્યા છે. આ અસ્થિના ઢગલાની સંખ્યા એટલી બધી છે કે સ્મશાનના કમર્ચારીઓએ હવે આ અસ્થિઓના પોટલા બાંધવા પડ્યા છે. સ્મશાનમાં ઠેર ઠેર આવા અસ્થિઓના પોટલા દેખાઈ રહ્યા છે તો એક બાજુ એક ઉપર એક પોટલા મૂકી આ અસ્થિ પોટલાઓને ખડકવામાં આવ્યાં છે.

મૃતકોના સ્વજનો અસ્થિ લેવા નથી આવી રહ્યા
Vadodara ના ખાસવાડી સ્મશાનમાં સ્મશાનના કમર્ચારીઓએ Corona મૃતકોના અસ્થિના ઢગલા કરવા પડ્યા અને ત્યાર બાદ પોટલા બાંધવા પડ્યા એ પાછળનું કારણ એ છે કે આ સ્મશાનમાં 24 કલાક સતત કોરોના મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે જે કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર થયા છે તેમના સ્વજનો કોરોના સંક્રમણના ભયને કારણે પોતાના જ સ્વજન એવા કોરોના મૃતકના અસ્થિ લેવા આવી નથી રહ્યા, પરિણામે સ્મશાન કર્મચારીઓએ ન છૂટકે આ અસ્થિઓના ઢગલાના પોટલા બાંધી તેનો ખડકલો કરવો પડ્યો છે.

24 કલાક અંતિમસંસ્કાર શું સૂચવે છે ?
વડોદરાના ખાસવાડી સ્મશાનમાં 24 કલાક કોરોના મૃતકોના અગ્નિસંસ્કાર શરૂ છે, બીજી 6 એપ્રિલે રાજ્યના આરોગ્ય વિભાગે શહેરમાં કોરોનાથી થયેલા મૃતકોમાં ફક્ત એક દર્દીનું મૃત્યુ ગણાવ્યું છે, જયારે સ્મશાનગૃહમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે 17 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે, પરંતુ રાજ્ય સરકારે આખા રાજ્યમાં 7 એપ્રિલે કોરોનાથી 17 દર્દીઓના મૃત્યુ બતાવ્યા છે. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે 6 એપ્રિલે રાજ્યના 7 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા, ભાવનગર, જામનગર અને ગાંધીનગરમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે 240 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">