Vadodara: વૉક-ઈન વૅક્સિનેશન માટે 260 કેન્દ્ર પર વ્યવસ્થા, લોકોમાં અનેરો ઉત્સાહ

Vadodara : ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે સ્થળ ઉપર નોંધણી કરાવીને ( Walk-in vaccination ) કોરોનાની રસી લઈ શકાશે તેવો નિર્ણય કર્યો છે. વડોદરામાં પણ વૉક-ઈન વૅક્સિનેશનની વ્યવસ્થા ગોઠવવવામાં આવી છે.

  • Publish Date - 12:38 pm, Mon, 21 June 21 Edited By: Pinak Shukla

Vadodara : ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે સ્થળ ઉપર નોંધણી કરાવીને ( Walk-in vaccination ) કોરોનાની રસી લઈ શકાશે તેવો નિર્ણય કર્યો છે. જેના કારણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા અને સ્લોટ મેળવવામાં પડતી તકલીફનું નિરાકરણ આવી ગયુ છે.

વડોદરામાં 260 કેન્દ્રો પર વૉક-ઈન વૅક્સિનેશનની વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્થળ પર જ રજિસ્ટ્રેશનની વ્યવસ્થાને લોકોનો આવકાર મળ્યો છે. દૈનિક 15 હજાર લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે. આ સાથે જ રાજ્યના તમામ મંત્રીઓને અલગ-અલગ વેક્સિનેશન સેન્ટર પર જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

આજે ગુજરાતના 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકાર દ્વારા રસીકરણનુ મહાઅભિયાન શરૂ કરાયુ છે. જેમાં 18 વર્ષથી મોટી ઉમરના કોઈ પણ વ્યક્તિએ, રસી માટે cowin.gov.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા તે રસી માટેની તારીખ અને સમય અગાઉથી મેળવવાની જરૂર નહી પડે.

ગુજરાતમાં ગઈકાલ 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ કોરોનાની રસીના ડોઝ આપી દેવાયા છે. આટલી મોટી માત્રામાં રસીના ડોઝ આપવામાં ગુજરાત સમગ્ર દેશમા મોખરે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિનના ડોઝ અપાયા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati