Video: ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ યુએઈમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિરની કરી મુલાકાત, જુઓ વીડિયો
મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે, જેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમના UAE પ્રવાસ પર અબુ ધાબીમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વાત કરતા કહ્યું કે, આ મંદિરનું નિર્માણ કાર્ય આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મંદિરનું નિર્માણ અબુધાબીમાં થઈ રહ્યુ છે.
મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે, જેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમના UAE પ્રવાસ પર અબુ ધાબીમાં નિર્માણાધીન સ્વામિનારાયણ (Swaminarayan) મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વાત કરતા કહ્યું કે, આ મંદિરનું નિર્માણ કાર્ય આપણા બધા માટે ગર્વની ક્ષણ છે.
આ પણ વાંચો : Video: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું, કડકડતી ઠંડીમાં પણ ભક્તોએ કર્યા બદ્રી વિશાલના દર્શન, જુઓ વીડિયો
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) ભવ્ય મંદિરનું નિર્માણ અબુધાબીમાં થઈ રહ્યુ છે. બીએપીએસ સંસ્થાના જણાવ્યા અનુસાર વર્ષ 2024 માં આ સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મુકવામાં આવશે અને 14 ફેબ્રુઆરી 2024 થી ભક્તો દર્શન કરી શકશે.
