Uttarakhand: ભાજપના ધારાસભ્ય દળની આજે બેઠક, નવા CMની પસંદગી મુદ્દે થશે વિચારણા

ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાનની પસંદગીને લઈ ભાજપ ધારાસભ્ય દળની આજે બેઠક મળશે. પ્રદેશ ભાજપ કાર્યાલયમાં મળનારી બેઠકમાં ઉત્તરાખંડ ભાજપના સાંસદ, ધારાસભ્યો હાજર રહેશે.

| Updated on: Mar 10, 2021 | 11:29 AM

ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાનની પસંદગીને લઈ ભાજપ ધારાસભ્ય દળની આજે બેઠક મળશે. પ્રદેશ ભાજપ કાર્યાલયમાં મળનારી બેઠકમાં ઉત્તરાખંડ ભાજપના સાંસદ, ધારાસભ્યો હાજર રહેશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમણ સિંહ, પ્રભારી દુષ્યંત ગૌતમ પણ ખાસ હાજર રહેશે. આ બેઠકમાં સર્વાનુમતે ભાજપના નવા મુખ્યપ્રધાનની પસંદગી કરાશે. ઉત્તરાખંડના સીએમ પદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યું, જે બાદ આગામી મુખ્યપ્રધાનની રેસમાં શિક્ષણ પ્રધાન ધનસિંહ રાવત સૌથી આગળ છે. આ ઉપરાંત સતપાલ મહારાજ, સાંસદ અજય ભટ્ટ, કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક, અનિલ બલૂનીના નામની પણ ચર્ચા ચાલી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">