કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની લીધી મુલાકાત, ભક્તિભાવ પૂર્વક કર્યા માતાજીના દર્શન, જુઓ Video
ટીવી9 નેટવર્ક દ્વારા ગત 20 ઓક્ટોબરથી થી આગામી 24 ઓક્ટોબર સુધી દિલ્હીમાં TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં અત્યાર સુધીમાં અનેક ક્ષેત્રના જાણીતા લોકોએ ભાગ લીધો છે. ગઈકાલ રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો ફેસ્ટીવલમાં ચાલી રહેલા કાર્યક્રમોને માણતા જોવા મળ્યા હતા.
ગઈકાલ રવિવારે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ચાલી રહેલા TV9 Festival of Indiaના ત્રીજા દિવસે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુલાકાત લીધી હતી. Festival of Indiaમાં પહોંચ્યા બાદ પીયૂષ ગોયલે સૌપ્રથમ દેવી દુર્ગાની ભક્તિભાવ પૂર્વક પૂજા કરીને માતાજીના આશીર્વાદ લીધા. ત્યારબાદ TV9 Festival of India માં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો. TV9 Festival of Indiaમાં 100 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ વાનગીઓની સાથે સાથે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. TV9 નેટવર્ક દ્વારા આયોજીત Festival of India આગામી 24 ઓક્ટોબર સુધી ચાલશે. ઉત્સવમાં ગીત-સંગીત જેવા મનોરંજક વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જુઓ વીડિયો…
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
