Ankit Avasthi Video: પાકિસ્તાની હથિયારો નકામા નીકળ્યા, યુક્રેનની મદદ થઈ બર્બાદ, જુઓ Video
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અનેક પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે, ત્યારે છેલ્લા અનેક સમયથી યુદ્ધ ચાલવાના કારણે યુક્રેન પાસે હથિયાર ખતમ થઈ ગયા છે, ત્યારે અનેક દેશો તેને મદદ મોકલી રહ્યા છે. જો કે તે કડીમાં પાકિસ્તાન પણ યુક્રેનની મદદ કરવાને બદલે તેની પાસેથી હેલિકોપ્ટરના પાર્ટ લેવા માગે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અનેક સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાની સેનાએ યુક્રેનને હથિયારો વેચ્યા હતા. એપ્રિલમાં 230 કન્ટેનર ભરી તેને પોલેન્ડ મોકલવામાં આવ્યા હતા. વિશ્વના સમાચાર પત્રોએ લખ્યું છે કે, યુક્રેનની સેનાએ કહ્યું છે કે, પાકિસ્તાની રોકેટ સારી ક્વોલિટી નથી.
દૂનિયાના દેશોએ યુક્રેનને હથિયારો મોકલ્યા
યુક્રેનની 17મી બટાલીયનના વડાએ કહ્યું કે રોમાનીયા અને પાકિસ્તાનથી મોકલવામાં આવેલા હથિયારો સારી ક્વોલીટીના નથી. તેના કારણે તે ટારગેટને હીટ કરતી નથી અને રશિયન સેના એલર્ટ થઈ જાય છે. કમાન્ડરે વધારે જણાવ્યું કે, અમારી પાસે જેટલા હથિયાર હતા તે પુરા થઈ ચુક્યા છે અમે હવે દૂનિયાના જે દેશો હથિયાર મોકલ્યા છે તે ચલાવી રહ્યા છીએ.
પાકિસ્તાનને જ્યારે પુછવામાં આવ્યું કે શું પાકિસ્તાન યુક્રેનમાં હથિયાર મોકલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના એક સ્પોક પર્સને કહ્યું કે, ના અમે કંઈ મોકલી રહ્યા નથી. અમે પોતે ભારતના આતંકવાદનો શિકાર છીએ. યુક્રેન પાકિસ્તાનને ખરાબ થયેલા હેલીકોપ્ટરના પાર્ટ મોકલી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
