Tv9 ફેસ્ટિવલમાં છે 200થી વધુ સ્ટોલ, વિવિધ દેશમાંથી આવ્યા છે સ્ટોલધારક
TV9 Festival of India: દિલ્લીમાં યોજાઈ રહેલા TV9 ફેસ્ટિવલમાં થાઈલેન્ડ અને કોરિયન કલેક્શનના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ટીવી9 ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં આવનાર લોકો આ સ્ટોલને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સ્ટોલ ઉપર લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. લોકો આ સ્ટોલ પરથી તેમની મનગમતી વસ્તુની ખરીદી કરતા જોવા મળે છે.
દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ચાલી રહેલા TV9 Festival of Indiaમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ અનેક લોકપ્રિય ચીજવસ્તુના વેચાણ સહ પ્રદર્શન સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ મહોત્સવમાં 200 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. TV9 ફેસ્ટિવલમાં મેજિક પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં લોકો જાદુને લગતી મેજિક બુક, મેજિક કાર્ડ ઉપરાંત જાદૂને લગતી ઘણી વસ્તુઓ ખરીદી શકો છો. TV9 ફેસ્ટિવલમાં થાઈ અને કોરિયન કલેક્શનના પણ સ્ટોલ આવેલા છે. ફેસ્ટીવલમાં આવનારા લોકો આ સ્ટોલને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો આ સ્ટોલ પરથી ખરીદી કરતા જોવા મળે છે. તેમજ આ સ્ટોલ પર લોકોને ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જુઓ વીડિયો…
