હિટ એન્ડ રન કાયદાના વિરૂદ્ધમાં ટ્રકચાલકોની હડતાળ થતા નાગપુરના પેટ્રોલ પંપો પર લોકોની પડાપડી

હિટ એન્ડ રન કાયદાના વિરૂદ્ધમાં ટ્રકચાલકોની હડતાળ થતા નાગપુરના પેટ્રોલ પંપો પર લોકોની પડાપડી

| Edited By: | Updated on: Jan 02, 2024 | 11:40 AM

કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે. જેને લઈને દેશભરમાં મોટા વાહનના ચોલકો અને સંચાલકોમાં આક્રોશના માહોલ છવાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે. જેને લઈને દેશભરમાં મોટા વાહનના ચોલકો અને સંચાલકોમાં આક્રોશના માહોલ છવાયો છે. તો રોષે ભરાયેલા ટ્રક અને બસ ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ટ્રક અને બસોના પૈડા થંભી ગયા હતા.અનેક જગ્યાએ ટ્રકચાલકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો.

ટ્રક ચાલકના હડતાળને પગલે પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો પહોંચ્યો નથી.જેના પગલે મહારાષ્ટ્રના નાગપુરમાં પેટ્રોલ પંપો પર લોકોની પડાપડી થઈ છે. જો આગામી સમયમાં પણ હડતાળ યથાવત રહી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની કાળાબજારીની શક્યતા છે. તો મધ્યપ્રદેશના ભોપાલના અનેક પંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટ્યું છે.