TV9 Festival of India નો આજે ત્રીજો દિવસ, સ્વાદ રસિયાઓની પંજાબી-મરાઠી ફૂડના સ્ટોલ પર ભીડ
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ઈવેન્ટમાં દેશના વિવિધ રાજ્યોની સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. ખાણીપીણીની વાત કરીએ તો અહીં છોલે-ભટુરા, ભાજી પાઉ, અને વડા પાવ સહીતની વિવિધ વાનગીઓના પણ ઘણા સ્ટોલ આવેલા છે. TV9 ફેસ્ટિવલમાં પંજાબી અને મરાઠી વાનગીઓના સ્ટોલ પરથી મળતી સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવા ભીડ લાગી છે.
દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં, શરૂ થયેલા TV9 ફેસ્ટિવલને લોકો તરફથી ઉમદા આવકાર મળ્યો છે. આ કાર્યક્રમમાં, દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી ચીજવસ્તુનુ વેચાણ કરવા માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ ફેસ્ટિવલના ફૂડ ઝોનમાં દેશના વિવિધ રાજ્યોની વાનગીઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. ખાણીપીણીની વાત કરીએ તો અહીં છોલે-ભટુરા, ભાજીપાઉ અને વડાપાઉં સિવાય અન્ય વાનગીઓના પણ અનેક સ્ટોલ આવેલા છે. TV9 Festivalમાં દેશના વિવિધ રાજ્યોના વ્યંજનોની સાથેસાથે પંજાબ અને મરાઠી વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લોકોને છોલે-ભટુરા અને વડાપાઉંનો સ્વાદ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ વીડિયો…
Latest Videos
