MONEY9: હેલ્થ પોલીસીમાં સુપર ટૉપઅપ કરાવતા શું ધ્યાન રાખવું

સુપર ટૉપઅપ પૉલિસી તમને ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ આપે છે. તેનું કવરેજ તમારા બેઝિક કવરની મર્યાદા પૂરી થયા બાદ શરૂ થાય છે. પરંતુ સુપર ટૉપઅપ પૉલિસી લઇ રહ્યા છો તો તમારે કેટલીક જરૂરી વાતો ધ્યાનમાં રાખવી જોઇએ.

Money9 Gujarati

| Edited By: Bhavesh Bhatti

Jun 21, 2022 | 6:14 PM

MONEY9: શું તમે જાણો છો કે હોસ્પિટલમાં ભરતી થવાનું બિલ એ વાત પર આધાર રાખે છે કે તમે કેવા પ્રકારનો રૂમ પસંદ કરો છો. જો તમે ભરતી થવા માટે વધારે રેન્ટવાળો રૂમ પસંદ કરો છો તો તે અનુસાર ડૉક્ટરની ફી અને અન્ય સુવિધાઓનો ચાર્જ પણ વધી જશે. તો હોસ્પિટલનું બિલ ફક્ત તમારી ટ્રીટમેન્ટ પર જ નહીં પરંતુ ઘણીબધી બાબતો પર આધાર રાખે છે. મોટા બિલનો સામનો કરવામાં સુપર ટૉપઅપ (TOP UP) પૉલિસી તમારી મદદ કરી શકે છે. તે તમને ઓછા પ્રીમિયમ (PREMIUM)માં વધારે કવરેજ આપે છે. તેનું કવરેજ તમારા બેઝિક કવરેજના પૂર્ણ થયા બાદ શરૂ થઇ જાય છે. પરંતુ સુપર ટૉપઅપ પૉલિસી લઇ રહ્યાં છો તો કેટલીક જરૂરી વાતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઇએ.

સુપર ટૉપઅપ પૉલિસીથી તમે તમારા હેલ્થ ઇન્સ્યૉરન્સના કવરને વધારી શકો છો. વધારે કવરેજ લેવાની આ એક સારી રીત છે. સુપર ટૉપઅપના નિયમોને સારી રીતે સમજી લો.

પ્રો મોરના કો-ફાઉન્ડર નિશા સંઘવી કહે છે કે સુપર ટૉપઅપ પૉલિસીમાં તમારો પ્રી-એગ્ઝિસ્ટિંગ વેટિંગ પીરિયડ બેઝિક પૉલિસીથી થોડોક અલગ હોઇ શકે છે.  જો તમે પથરી કે મોતિયા જેવી સર્જરી કરાવવા માંગો છો કે પ્રી એગ્ઝિસ્ટિંગ ડિસીઝને કવર કરવા માંગો છો તો તમારે ઘણી બાબતો પર વિચાર કરવો પડશે.

સુપર ટૉપઅપ પૉલિસી હેઠળ મોટાભાગની વીમા કંપનીઓ 91 દિવસથી લઇને 80 વર્ષની ઉંમર સુધીના લોકોને પૉલિસી આપે છે. તમારી બેઝિક હેલ્થ પૉલિસીમાં ઉંમરની મર્યાદા ઘણી ઓછી હોઇ શકે છે. સંઘવી જણાવે છે કે સુપર ટૉપઅપ પૉલીસીમાં રૂમ રેન્ટ માટે હંમેશા એક મર્યાદા હોય છે, જે તમારી બેઝિક પૉલિસીથી અલગ હોઇ શકે છે. મોટાભાગના સુપર ટૉપઅપ પ્લાન સિંગલ એસી રૂમ ઉપલબ્ધ કરાવે છે. જેનો ચાર્જ દરેક હોસ્પિટલમાં અલગ-અલગ હોઇ શકે છે.   

પૉલિસી ડોક્યુમેન્ટ્સમાં વીમા કંપની સ્પષ્ટ રીતે એ જણાવે છે કે તે ફક્ત રીઝનેબલ ચાર્જિસની જ ચુકવણી કરશે. આવા સંજોગોમાં તમને એ ખબર હોવી જોઇએ કે ક્લેમ દરમિયાન વીમા કંપની કેટલી રકમની ચુકવણી કરશે.

જો સુપર ટૉપઅપ પૉલિસી એક અલગ ઇન્સ્યૉરન્સ કંપની છે, તો કેશલેસ સુવિધાઓ ઑફર કરનારી હૉસ્પિટલનું નેટવર્ક તમારા બેઝિક પ્લાનથી અલગ હોઇ શકે છે. એટલે પૉલિસી લેતી વખતે તમારે હૉસ્પિટલનું લિસ્ટ જરૂર ચેક કરી લેવું જોઇએ. 

સંઘવીના જણાવ્યા અનુસાર ગ્રાહકોએ બેઝિક પ્લાન અને સુપર ટૉપઅપ એકસાથે જ ખરીદવા જોઇએ. જેનાથી ગ્રાહકોને અરજીની પ્રક્રિયા અને ક્લેમના સમયે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. સુપર ટૉપઅપ પ્લાનમાં ડિડક્ટિબલ એટલે કે બેઝિક કવરની ગણતરી વાર્ષિક આધારે થાય છે. એટલે સુપર ટૉપઅપ પૉલિસીથી ચુકવણી માટે હોસ્પિટલમાં ભરતી થવાનો ખર્ચ તે વર્ષ દરમિયાન ડિડક્ટિબલ એમાઉન્ટને પાર કરી દેવો જોઇએ.

એર એમ્બ્યુલંસ, ગંભીર બીમારી અને પ્રીએગ્ઝિસ્ટિંગ ડિસિઝના વેઇટિંગ પીરિયડમાં ઘટાડો, વગેરે માટે જુદાજુદા વૈકલ્પિક કવર હોય છે. આ સુવિધાઓ તમારા બેઝિક પ્લાન હેઠળ એક સ્ટાન્ડર્ડ તરીકે કવર કરવામાં આવશે. પરંતુ સુપર ટૉપઅપ પૉલિસી હેઠળ કવર નહીં થાય. અહીં વધારાના પ્રીમિયમની ચુકવણી કરીને વૈકલ્પિક કે રાઇડર કવર તરીકે આ સુવિધાઓનો લાભ ઉઠાવી શકાય છે.

મની9ની સલાહ

  1. પૉલિસી ખરીદતી વખતે વીમા કૉન્ટ્રાક્ટને યોગ્ય રીતે વાંચો
  2. બેઝિક અને સુપર ટૉપઅપ પ્લાન એક સાથે ખરીદો
  3. બન્ને પ્લાન્સના નેટવર્ક હોસ્પિટલ્સનું લિસ્ટ જરૂર ચેક કરી લો
  4. વેઇટિંગ પીરિયડ પર અવશ્ય ધ્યાન આપો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati