ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડ, આ લિસ્ટમાં બીજી વખત સામેલ થનારી દીપિકા ‘પ્રથમ ભારતીય’ બની

દીપિકા પાદુકોણ એ બોલીવુડની એવી અભિનેત્રીઓમાંની એક છે, જેણે પોતાની જબરદસ્ત એક્ટિંગથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. તેણે બોલીવુડને આવી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના માટે વિવેચકોએ પણ તેની ખૂબ જ પ્રશંસા કરી છે.

ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડ, આ લિસ્ટમાં બીજી વખત સામેલ થનારી દીપિકા 'પ્રથમ ભારતીય' બની
Deepika Padukone At TIME Awards 2022
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 03, 2022 | 5:35 PM

તાજેતરમાં ઈન્ટરનેશનલ ‘ટાઈમ’ મેગેઝીનની (Time Magazine) 2022 એવોર્ડ સેરેમની 100 ઈમ્પેક્ટ પુરસ્કારોની (100 Most Influential People) યાદી બહાર પાડવામાં આવી છે. અત્રે રસપ્રદ વાત એ છે કે, ટાઈમ મેગેઝિન દ્વારા સતત બે વખત સન્માનિત થનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટી તરીકે દીપિકા પાદુકોણ (Deepika Padukone) ઊભરી આવી છે. આ યાદીમાં વિશ્વભરના ઘણા વૈજ્ઞાનિકોથી લઈને સીઈઓ, કલાકારો અને કાર્યકર્તાઓ, પોપ સ્ટાર્સ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. ટાઈમ મેગેઝીન દ્વારા દર વર્ષે વિશ્વની ટોચની 100 સૌથી પ્રેરણાદાયી વ્યક્તિઓનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે.

દીપિકા પાદુકોણ એ બોલીવુડની એવી અભિનેત્રીઓમાંની એક છે, જેણે પોતાની જબરદસ્ત એક્ટિંગથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. તેણે બોલીવુડને આવી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના માટે વિવેચકોએ પણ તેની ખૂબ જ પ્રશંસા કરી છે. દીપિકા છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં નંબર વનના સ્થાન પર છે. ઘણા મોટા એવોર્ડ પોતાના નામે કરી ચુકેલી દીપિકાને આજે વધુ એક મોટી ઉપલબ્ધિ મળી છે.

દીપિકા પાદુકોણ હવે ટાઈમ મેગેઝીનની 100 ઈમ્પેક્ટ એવોર્ડ્સની શક્તિશાળી યાદીમાં ફરી એકવાર સામેલ થનારી પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની ગઈ છે. દીપિકાએ આ ઈવેન્ટ માટે સેલેબ્સના ફેવરિટ ફેશન ડિઝાઇનર ‘સબ્યસાચી’ની ડિઝાઇન કરેલી ગોલ્ડન કલરની બિડેડ વર્કવાળી શિયર સાડી પહેરી હતી, જેમાં તેણી ખૂબ જ એલેગન્ટ લાગી રહી છે.

ટાઈમ મેગેઝીનમાં ફરી દીપિકાનો દબદબો જોવા મળ્યો 

લગભગ એક દાયકાથી દીપિકા પાદુકોણે બોલીવુડમાં સફળતાપૂર્વક પોતાનો સિક્કો જમાવી દીધો છે. વિશ્વમાં ઘણી ખ્યાતિ મેળવનાર દીપિકાના નામે હવે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. દીપિકાએ પોતે આ ખુશખબર તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઈન્ટરનેશનલ ટાઈમ મેગેઝીનની 2022ની 100 ઈમ્પેક્ટ એવોર્ડ મેળવનાર પાવરફુલ લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. દીપિકા પાદુકોણ ટાઈમ મેગેઝિન દ્વારા બે વખત સન્માનિત થનાર પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની છે.

2018ની યાદીમાં પણ દીપિકાનું નામ હતું

Deepika Padukone At 2018's TIME Awards Ceremony

Deepika Padukone At 2018’s TIME Awards Ceremony

અગાઉ વર્ષ 2018માં જ્યારે ફેમસ મેગેઝિન ટાઈમના 100 પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી હતી, ત્યારે તેમાં ભારતીય ફિલ્મ જગતમાંથી માત્ર દીપિકા પાદુકોણને જ સ્થાન મળ્યું હતું. જો કે, તે સમયે ભારતમાંથી વિરાટ કોહલી અને ઓલા કેબના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલનું નામ પણ આ યાદીમાં સામેલ હતું.

માનસિક સ્વાસ્થ્ય પર ફાઉન્ડેશન ચલાવે છે દીપિકા 

ઉત્કૃષ્ઠ અભિનય સિવાય અભિનેત્રી દીપિકા પાદુકોણે માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ ઘણું કામ કર્યું છે, જેના કારણે તેને આ મહાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. વર્ષ 2015માં, તેણીએ ડિપ્રેશન સાથેની તેની લડાઈ વિશે ખુલાસો કર્યો હતો અને ત્યારથી માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી તેના જીવનનો એક મોટો ભાગ બની ગઈ છે. વર્ષ 2015માં, તેણે ‘લીવ લવ લાફ’ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી, જે માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષને જાહેરમાં સંબોધવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો તેણી હવે શાહરૂખ ખાન સાથે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય દીપિકા રિતિક રોશન અને અનિલ કપૂર સાથે ‘ફાઈટર’ ફિલ્મમાં પણ જોવા મળશે.

Deepika Padukone & Ranveer Singh At Dubai Viral Image

Deepika Padukone & Ranveer Singh At Dubai Viral Image

આ પણ વાંચો – દીપિકા પાદુકોણે તેની માતા વિષે કર્યો આ રસપ્રદ ખુલાસો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati