Throwback : Sushant Singh Rajput ની ફેવરેટ મીઠાઈ હતી ‘ચમચમ’, ચાહકોના ઘણા પ્રશ્નોના આ રીતે આપ્યા હતા જવાબ

સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે વાત કરતા હતા. આ વિશે તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ સાથે ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે, પરંતુ તેમના ચાહકો આજે પણ તેમને યાદ કરે છે. સુશાંતની યાદમાં તે તેમના જુના વીડિયો અને ફોટોઝ શેર કરતા રહે છે. સુશાંતે તેમના ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે વાત કરે છે. આવો જ એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુશાંત તેમના પ્રશંસકોના પ્રશ્નોના જવાબ આપતા જોવા મળી રહ્યાં છે.

સુશાંત ખુલ્લેઆમ અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા. સુશાંતની એક ખાસ વાત બધાને ગમતી કે તે તેમના પ્રશંસકો સાથે વાત કરવાની સાથે તેમને ફોલો પણ કરતા હતા. ઘણીવાર તો તેમણે ચાહકોના કહેવા પર તેમને જન્મદિવસની શુભકામનાઓ પણ આપી છે. સુશાંતના વાયરલ વીડિયોમાં તેઓ તેમની ફેવરેટ વિશ વિશે જણાવી રહ્યા છે.

ચાહકોના પ્રશ્નોના આપ્યા હતા જવાબો

તેમના એક પ્રશંસકે સુશાંત સિંહ રાજપૂતને તેમની પસંદની મીઠાઈઓ અને સ્ટ્રીટ ફૂડ વિશે પૂછ્યું. જેના પર સુશાંતે કહ્યું કે તે કોઈની પસંદગી કરી શકશે નહીં. આ તેમની સૌથી મોટી સમસ્યા છે. તેમને ચમચમ ખબ સારા લાગે છે અને ગુલાબ જામુન પણ. સ્ટ્રીટ ફૂડમાં તેમને પાણી પુરી પસંદ છે.

 

માતાના અવસાન પર શું હતી ભાવનાત્મક પરિસ્થિતિ

એક ચાહકે પૂછ્યું કે જ્યારે તમને એઆઈઈઇઇમાં 7 મો રેન્ક મળ્યો અને તે જ સમયે તમારી માતાનું અવસાન થયું હતું. ત્યારે ભાવનાત્મક કેવી પરિસ્થિતિ હતી? તેના જવાબમાં સુશાંતે કહ્યું હતું કે તે એઆઈઈઈઈ ન હોતું પણ એન્જિનિયરિંગનાં પ્રવેશ માટેની નેશનલ લેવલની પરીક્ષા હતી. તેમણે કહ્યું કે મારી માતાનું ડિસેમ્બર મહિનામાં અવસાન થયું હતું અને મારી પરીક્ષા જાન્યુઆરીમાં હતી. હું એક મહિના સુધી તે દરમિયાન કંઈપણ સમજી શક્યો નહીં. પછી મેં પોતાને સંભાળ્યો અને લગભગ તમામ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ ક્લીયર કરી હતી.

સુશાંતે આ રીતે, ઇન્ટરવ્યુમાં તેમના ચાહકો દ્વારા પૂછેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમને એક ચાહકનું નામ જાણીને યાદ આવ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયા પર તેની સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે હું દરરોજ મારા કેટલાક ચાહકો સાથે વાત કરું છું.

આપને જણાવી દઈએ કે સુશાંતે ગયા વર્ષે 14 જૂને આ દુનિયા અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. તેઓ તેમના મુંબઇ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati