જ્વાળામુખીમાંથી નીકળી રહ્યો હતો ધખધખતો લાવા, એક વ્યક્તિ બનાવવા લાગ્યો પીઝા: જુઓ વિડીયો

34 વર્ષના ડેવિડ ગાર્સિયાએ જ્વાળામુખીમાંથી નીકળતા લાવા પર પીઝા બનાવ્યા હતા. પીઝા બનાવવાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

જ્વાળામુખીમાંથી નીકળી રહ્યો હતો ધખધખતો લાવા, એક વ્યક્તિ બનાવવા લાગ્યો પીઝા: જુઓ વિડીયો
ગજબ કારનામું

આણે સાહસ કહેવું કે પાગલપન. લેટિન અમેરિકન દેશ ગ્વાટેમાલામાં નીકળી રહેલા જ્વાળામુખીને એક વ્યક્તિએ પોતાનું રસોડું બનાવ્યું છે. 34 વર્ષના ડેવિડ ગાર્સિયાએ જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની ટોચ પર એક પીઝા બનાવ્યો હતો. ડેવિડનો લાવા પર પીઝા બનાવવાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. મોટી સંખ્યામાં લોકો આ ઘટનાના ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે

ડેવિડ ગાર્સિયાએ પીઝા બનાવતી વખતે કોઈ અગવડ ન પડે તે માટે રક્ષણાત્મક વસ્ત્રો પહેર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાર્સિયાએ પીઝા બનાવવા માટે ખાસ મેટલ શીટનો ઉપયોગ કર્યો હતો. આ શીટ 1800 ડિગ્રી ફેરનહિટ તાપમાને પણ સહન કરવામાં સક્ષમ છે. ગાર્સિયાએ કહ્યું કે જ્યારે તેણે આ તાપમાને પીઝા મૂક્યો ત્યારે તે 14 મિનિટમાં તૈયાર થઈ ગયો.

ગાર્સિયાએ કહ્યું કે જ્વાળામુખીમાંથી બનાવેલો પીઝા ખૂબ જ સ્વાદિષ્ટ હતો. એક ખાનગી સંચાર સંસ્થાના અહેવાલ મુજબ મોટી સંખ્યામાં પર્યટકો ગાર્સિયા પાસે આવી રહ્યા છે. એટલું જ નહીં તેઓ જ્વાળામુખી અને પીઝા સાથે ફોટા પણ પડાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્વાળામુખી ફેબ્રુઆરીથી લાવા બહાર કાઢી રહ્યો છે.

આને કારણે સ્થાનિક લોકો ખૂબ સાવચેત બન્યા છે. આ સક્રિય જ્વાળામુખી લગભગ 23 હજાર વર્ષ પહેલાં સૌપ્રથમ ફાટી નીકળ્યો હતો તેમજ અત્યાર સુધીમાં ઓછામાં ઓછો 23 વખત ફાટ્યો છે.

સોશિયલ મીડિયા પર આવા અજીબોગરીબ વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. જેને જોઇને લોકો આશ્ચર્યચકિત પણ થઇ જતા હોય છે. જ્વાળામુખી પર પીઝા બનાવવાનો આ વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

આ પણ વાંચો: પોલીસના ડંડાથી બચવા માટે અદ્ભુત જુગાડ, વિડીયો જોઇને વિચારતા રહી જશો

આ પણ વાંચો: PM Kisan Yojana: વડાપ્રધાન મોદીએ કહ્યું- બંગાળના લાખો ખેડુતોને મળ્યો પહેલો હપ્તો, સંખ્યા હજુ વધશે