મોરબીના રવાપરામાં બિલ્ડિંગના બાંધકામને લઈ હાઈકોર્ટની લાલ આંખ, આપ્યા તપાસના આદેશ
મોરબીના રવાપરામાં 12 માળની ઇમારત ઉભી થવાને કારણે વિવાદ થયો છે. ગ્રામીણ વિસ્તારમાં આડેધડ બાંધકામ મુદ્દે હાઈકોર્ટે સખત આદેશ કર્યા છે. ગેરકાયદે બાંધકામ બાબતે DDOને તપાસના આદેશ આપ્યા છે. જેટલી પણ ગેરકાયદે ઇમારતો ઊભી થઈ છે તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી છે.
મોરબીના રવાપરામાં ઈમારતને લઈને વિવાદ થયો છે, મોરબીના રવાપરામાં 12 માળની ઈમારત બનાવવાને લઈને હાઈકોર્ટે લાલ આંખ કરી છે. ગ્રામીણ વિસ્તારમાં આડેધડ બાંધકામ મુદ્દે હાઈકોર્ટ સખત આદેશ આપ્યા છે. રવાપરામાં બનેલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે DDOને તપાસના આદેશ પણ આપ્યા છે.
મોરબીના રવાપરામાં બિલ્ડિંગ ઉભી કરવા પર હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આડેધડ બાંધકામ મુદ્દે DDOને તપાસના આદેશ આપ્યા છે. રવાપરામાં જેટલી પણ ગેરકાયદે બિલ્ડિંગ બની છે તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા પણ સુચના આપી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અરજદારે હાઈકોર્ટમાં 90 બાંધકામોનું લિસ્ટ સોપ્યું હતું.
આ પણ વાંચો: Morbi News: રોંગ નંબરના કારણે દાંપત્ય જીવનમાં આવ્યું તોફાન, નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો