Jalgaon ની હોસ્ટેલમાં યુવતીઓને જબરદસ્તી ડાન્સ કરવાની ફરજ પડાઇ, વિધાનસભામાં ઉઠયો મુદ્દો

જલગાંવની હોસ્ટેલમાં કેટલીક યુવતીઓને જબરદસ્તીથી કપડાં ઉતારી ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. કેટલાક પોલીસકર્મીઓ અને અન્ય લોકોએ મળીને હોસ્ટેલની યુવતીઓને કપડા ઉતરાવી ડાન્સ કરવાની ઘટના મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ગુંજી ઉઠી અને વિધાનસભામાં આ મુદ્દે હંગામો થયો હતો.

  • tv9 webdesk40
  • Published On - 19:25 PM, 3 Mar 2021
Jalgaon ની હોસ્ટેલમાં યુવતીઓને જબરદસ્તી ડાન્સ કરવાની ફરજ પડાઇ, વિધાનસભામાં ઉઠયો મુદ્દો
Jalgaon

જલગાંવની હોસ્ટેલમાં કેટલીક યુવતીઓને જબરદસ્તીથી કપડાં ઉતારી ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. કેટલાક પોલીસકર્મીઓ અને અન્ય લોકોએ મળીને હોસ્ટેલની યુવતીઓને કપડાં ઉતરાવી ડાન્સ કરવાની ઘટના મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ગુંજી ઉઠી અને વિધાનસભામાં આ મુદ્દે હંગામો થયો હતો. ધારાસભ્ય શ્વેતા મહાલેએ જલગાંવમાં આશાદીપ છાત્રાલયનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરી છે કે જે પોલીસનું કામ રક્ષણ કરવાનું છે, તે જ રક્ષક યુવતીઓનું શોષણ કરે છે, આવા પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.

મહિલા અને બાળ વિભાગ દ્વારા ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે ખાતરી આપી હતી કે અમે આ મામલાની તપાસ થશે અને બે દિવસમાં કાર્યવાહી કરીશું.