MONEY9: વીજળીનું બિલ વધી ગયું છે? તો અપનાવો આ ટ્રિક્સ

સૌથી પહેલા એનર્જી રેટિંગનું ધ્યાન રાખો. યોગ્ય એનર્જી રેટિંગવાળા ઇક્વિપમેન્ટ ઓછી વીજળી ખાય છે અને તેમાં તમને પૈસા બચાવવામાં પણ મદદ મળે છે. BEE, વિજળીથી ચાલતા એપ્લાયન્સિઝને એનર્જી રેટિંગ આપે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 25, 2022 | 7:07 PM

MONEY9: જો તમે વીજળી (ELECTRICITY)ના વધતા બિલ (BILL)થી પરેશાન છો અને તમે આ બિલને ઘટાડવા માટે મથી રહ્યા છો તો આ વીડિયો તમારા માટે છે. તમે અહીં આપેલી ટિપ્સનો ઉપયોગ કરીને તમારા વીજળીના વપરાશમાં ખાસ્સો ઘટાડો કર શકો છો અને બચત કરી શકો છો. ઉદાહરણ સાથે જોઇએ તો, માલતી તેના વીજળીના વધતા બિલથી પરેશાન છે. તેનું વીજળીનું મીટર જાણે કે રેસના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. વીજળીના રેટ પણ મોંઘવારીની આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યા છે. માલતીને સમજાતું નથી કે કેવી રીતે વીજળીનું બિલ ઘટાડી શકાય?

કયા એપ્લાયન્સિસ ચલાવાય અને કયા ના ચલાવાય? ઘરમાં LED બલ્બ લગાવ્યાને પણ ખાસ્સો સમય થઇ ગયો. પરંતુ વીજળીનું બિલ ઘટવાનું નામ નથી લઇ રહ્યું. માલતીની જેમ તમે પણ વધતા બિલથી પરેશાન છો અને તમને પણ વીજળીનું બિલ કંઇક વધારે સતાવી રહ્યું છે તો અહીં તમને કેટલીક એવી ટિપ્સ મળશે જેનાથી તમને વીજળી બિલ પર રાહત મળી શકે છે.

સૌથી પહેલા એનર્જી રેટિંગનું ધ્યાન રાખો. યોગ્ય એનર્જી રેટિંગવાળા ઇક્વિપમેન્ટ ઓછી વીજળી ખાય છે અને તેમાં તમને પૈસા બચાવવામાં પણ મદદ મળે છે. બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (Bureau of Energy Efficiency) એટલે કે BEE, વિજળીથી ચાલતા એપ્લાયન્સિઝને એનર્જી રેટિંગ આપે છે.

5 સ્ટાર સૌથી સારુ રેટિંગ માનવામાં આવે છે. તો તમે 5 સ્ટારને તમારો બેન્ચમાર્ક બનાવી લો. કોઇપણ નવું એપ્લાયન્સ 5 સ્ટારથી ઓછા રેટિંગનું ન લો, હાં વધુમાં વધુ 4 સ્ટાર સુધી લઇ શકાય છે, પરંતુ ઓછા રેટિંગવાળી પ્રોડક્ટ ન લો. જોકે 5 સ્ટાર રેટિંગવાળી પ્રોડક્ટ થોડી મોંઘી જરૂર હોય છે પરંતુ લોંગ-ટર્મમાં તે આ વધારાના ખર્ચની પૂરી વસૂલી કરાવી દે છે.

ઘરેથી બહાર જતી વખતે તો આપણે લાઇટ, પંખા, એસી, કૂલર બંધ કરીએ જ છીએ પરંતુ રૂમની બહાર જતા આમ કરવાનું ભૂલી જઇએ છીએ. ઘણીવાર એવું વિચારીને પણ આપણે સ્વિચ નથી બંધ કરતાં કે પાછું રૂમમાં આવવાનું જ છે તો વારેઘડીએ શું કામ લાઇટ કે પંખો બંધ કરવો.

પોતાના એસીને 24 ડિગ્રી ટેમ્પરેચર પર સેટ કરી દો, આનાથી તમે વર્ષમાં વીજળી બિલ પર ઓછામાં ઓછા 4,000 રૂપિયા બચાવી શકે છે, એટલે દર મહિને અંદાજે 330 રૂપિયા.

ઋતુ અનુસાર પોતાના ફ્રિઝનું કુલિંગ વધારી-ઘટાડી શકો છો. જેનાથી ફ્રિઝ ઓછી વીજળીનો વપરાશ કરશે. આ ઉપરાંત, ફ્રિઝ ફ્રોસ્ટ ફ્રી નહીં હોય તો નિયમિત રીતે ફ્રિઝરને ડિફ્રોસ્ટ કરતા રહેવું જોઇએ. ફ્રિઝરમાં બરફનું મોટું પડ જામી જવાથી તે ઇન્સ્યુલેશનનું રૂપ લઇ લે છે અને આ જ કારણે ફ્રિઝરને ઠંડુ કરવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે. એટલે ડિફ્રોસ્ટ કરતા રહેવું જરૂરી છે.

ક્વિક વૉશના ઑપ્શનનો ઉપયોગ કરો – વૉશિંગ મશીનનો ઉપયોગ કરો છો તો સપ્તાહમાં એકથી બે વાર પૂરા કપડા ધોવાની કોશિશ કરો, વૉશિંગ મશીનમાં કપડા ચાર હોય કે ચૌદ, તેના કામ કરવાના સમયમાં વધારે અંતર નથી હોતું. એટલે ઓછા કપડા ધોવા વીજળીના હિસાબે ફાયદાનો સોદો નથી. હાં, જો રોજ કપડા ધોયા વિના ન રહેવાતું હોય તો ક્વિક વૉશના ઑપ્શનનો ઉપયોગ કરો. ક્વિક વૉશમાં સામાન્ય રીતે 15 થી 25 મિનિટનો સમય લાગે છે, તો આ રીતે ઓછી વીજળીનો વપરાશ થશે.

કોમ્પ્યુટર અને લેપટૉપ જ્યારે ઉપયોગમાં ન લેતા હોવ ત્યારે શટડાઉન કરી દો. એક બીજી જરૂરી વાત… તમે જે ઇલેક્ટ્રિક ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છો, જેમ કે ટીવી કે એસી, તેને ડિવાઇસની સ્વિચ ઉપરાંત પાવર સૉકેટથી પણ સ્વિચ ઑફ કરી દો, કારણ કે આમ ન કરવાથી તે વીજળીનો થોડો વપરાશ કરતા રહે છે.

વૉટર હીટરનું ટેમ્પરેચર ઘટાડીને 48 ડિગ્રી પર સેટ કરી દો. આ ઉપરાંત, જો તમારુ વૉટર હીટર ઇન્સ્યુલેટેડ નથી તો તેની પર ઇન્સ્યુલેશનનું કોટિંગ કરી દો.

વીજળી બચાવવાની ટિપ્સ

  1. જુના એપ્લાયન્સિસ ખરીદી રહ્યાં છો તો તેનું પણ એનર્જી રેટિંગ ચેક કરી લો. જુનું ફ્રિઝ, એસી વગેરે ખરીદી રહ્યાં છો તો ભલે તે સસ્તામાં મળી જાય પરંતુ જો રેટિંગ યોગ્ય નથી તો તે સસ્તું બાદમાં તમને જ મોંઘું  પડશે.
  2. ઘરમાં ફ્રિઝનું પ્લેસિંગ યોગ્ય રાખો. દિવાલ અને ફ્રિઝની વચ્ચે ઓછામાં ઓછું બે ઇંચનું અંતર રાખો. એર સર્ક્યુલેશન સારું હશે તો ફ્રિઝ ઓછી વીજળીનો વપરાશ કરશે.
  3. સ્માર્ટ પાવર સ્ટ્રિપ કે એક સ્વિચવાળા એક્સટેંશન કોડનો ઉપયોગ કરી શકો છો. આ ડિવાઇશની મદદથી તમે એકસાથે ઘણાં ડિવાઇસ ચલાવી રહ્યાં છો તો તેને એકસાથે જ બંધ કરી શકો છો અને જેની જરૂર નથી તે ડિવાઇસને અન-પ્લગ પણ કરી શકો છો.
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">