SURENDRANAGAR : થાનમાં બનતા દેશી અને કલાત્મક માટલાંની ઉનાળામાં વધી માગ

SURENDRANAGAR : ગરમી લાગે ત્યારે લોકો ફ્રીજ કરતાં માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે આ વ્યવસાય કેટલા લોકોના ઘર ચલાવે છે,

| Updated on: Mar 12, 2021 | 7:30 PM

SURENDRANAGAR : ગરમી લાગે ત્યારે લોકો ફ્રીજ કરતાં માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે આ વ્યવસાય કેટલા લોકોના ઘર ચલાવે છે, વાત કરીએ સુરેન્દ્રનગરના થાનમાં બનતા માટલાની. માટલા બનાવનારા લોકો માટલા બનાવીને રોજગાર તો મેળવી રહ્યાં છે, પરંતુ સાથે સાથે સ્થાનિક લોકોને રોજગાર પણ પુરા પાડી રહ્યાં છે. અહીંના માટલા રાજ્યના વિવિધ જિલ્લામાં અને દેશના વિવિધ રાજ્યોમાં આ માટલા જાય છે અને માટલા બનાવનાર મહિલા કારીગરો દ્વારા માટલાઓ પર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવામાં આવે છે. જેમાં લોકોને જાગૃત કરવા માટે “બેટી બચાવો” અને મોદી સરકારના સ્વચ્છતા અભિયાન અંગેના જાગૃતતા ફેલાવતા પેન્ટિંગ સહિત વિવિધ કલાત્મક ચિત્રકામ પણ કરે છે. મહિલાઓને પણ રોજગારીની તકો આ વ્યવસાયથી મળી રહેતી હોવાનું તેમજ ગરમીની સીઝનમાં ફ્રીઝનું પાણી ન પીતા લોકોમાં દેશી ફ્રીઝ જેવા માટલાના પાણી પીવાના આગ્રહને લીધે માટલાની માગ વધી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">