Surendranagar : મીઠાના રણમાં પાણીની સમસ્યા, અગરિયાઓ આ રીતે કરે છે પીવાના પાણીનો સંગ્રહ

Surendranagar : સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને (Salt Workers) પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 06, 2021 | 10:05 AM

Surendranagar : સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓને (Salt Workers) પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે. પરંતુ અગરિયાઓ પીવાના પાણીનો અનોખી રીતે સંગ્રહ કરે છે. ચોમાસાના ચાર મહિના બાદ નવી સીઝન શરૂ થતા અગરીયાઓ આ પોતાની કોઠા સુઝબુઝથી રણમાં ચાર મહિના સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ પીવા માટે કરશે.

રણમાં પેઢીઓથી મીઠુ પકવતા અગરીયાઓ ગરીબ અને પછાત ઘણી દારૂણ પરીસ્તિથીમાં જીવે છે, પરંતુ રણમાં અગરીયાઓ મીઠાની સીઝન પુરી થતા ચોમાસા દરમિયાન રણ આખું વરસાદના પાણીથી ભરાઇ જાય છે અને મીની બેટમાં ફેરવાઇ જાય છે અને રણનું પાણી દરીયાઇ માર્ગે ધીમે ધીમે ચોમાસા બાદ ખાલી થતુ હોઇ છે.

એવા સમય દરમિયાન નવી સીઝન માટે અગરીયાઓ રણમાં પાટા બનાવવા અને મીંઠુ પકવતા જતા હોઇ છે. તે સમયે તંત્ર તરફથી પીવાના પાણીના ટેન્કરો નથી જતા કારણકે કાદવ કીચડને લીધે રસ્તાઓ બંધ હોઇ છે. ત્યારે અગરીયાઓ માટે રણમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન છે. પીવાનું પાણી રણમાં માટે વલખા મારવા પડે છે.

સીઝનની શરૂઆતમાં રણમાં ચારે બાજુ કાદવ કીચડ હોઇ છે જેથી અગરીયાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. કાદવ કીચડ ખૂંદીને 15 કીમી દુર સુધી પીવાનું પાણી ભરવા જવુ પડે છે. આ સમયે પીવાના પાણીની સમસ્યાઓ ન સર્જાય અને સીઝન દરમિયાન પીવાનું પાણી મળી રહે તે માટે અગરીયાઓ આગોતરૂ આયોજન કરે છે.

સીઝન પુર્ણ થતા અગરીયાઓ રણમાં પ્લાસ્ટીકની મોટી થેલીઓ જમીનમાં ખાડાઓ કરી અને ફુગ્ગા બનાવી જમીનમાં ઉતારી અને પાણી ભરી સંગ્રહ કરે છે અને આ પાણીમાં અગરીયાઓ ખાવાનો ચુનો નાખે છે જેથી આ પાણી ચાર મહિના બગડે નહિ. ત્યારબાદ સરસામાન લઈ ચોમાસા દરમિયાન પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે.

ચાર મહિના બાદ નવી સીઝન દરમિયાન રણમાં જઈ નવા પાટા બનાવી અને ફરી કાળી મજુરી કરી સફેદ મીંઠુ પકવવા અગરીયાઓ લાગી જતા હોઇ છે, પરંતુ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ચાર મહિના પહેલા જમીનમાં દાટી અને રાખેલ પાણી પીવાનો ઉપયોગ કરે છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">