Surat Oxygen Supply: સુરતમાં ઓક્સિજન સપ્લાયમાં 60 મેટ્રિક ટનની ઘટ, જથ્થો ઓછો આવતા તંત્રની મહેનત પાણીમાં

Surat Oxygen Supply: સુરતમાં કોરોનાનાં કેસમાં જોઈએ એટલો ઘટાડો નથી થયો. આવા સમયે સુરતની વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજનનાં જથ્થાની માગ સતત વધતી રહી છે. દર્દીઓને પુરો પાડવાનાં જથ્થા સામે ઓછો જથ્થો સુરતવાસીઓ માટે પહોચતા તંત્રની મજબૂત કામગીરી પાણીમાં જતી રહેતી હોય તેમ લાગે છે. 

| Updated on: Apr 29, 2021 | 12:19 PM

Surat Oxygen Supply: સુરતમાં કોરોનાનાં કેસમાં જોઈએ એટલો ઘટાડો નથી થયો. આવા સમયે સુરતની વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજનનાં જથ્થાની માગ સતત વધતી રહી છે. દર્દીઓને પુરો પાડવાનાં જથ્થા સામે ઓછો જથ્થો સુરતવાસીઓ માટે પહોચતા તંત્રની મજબૂત કામગીરી પાણીમાં જતી રહેતી હોય તેમ લાગે છે.

સુરત શહેરમાં ઓક્સિજનનો જથ્થો ઓછો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 210 મેટ્રિક ટન ઓક્સિજનની શહેરમાં જરૂરિયાત છે જે સામે 150 મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે. એટલે કે 60 મેટ્રિક ટન જથ્થો સુરતને ઓછો મળ્યો છે.
ઓક્સિજનની આપૂર્તિ માટે તંત્ર પુષ્કળ મહેનત કરી રહ્યું છે છતા પરિણામ શૂન્ય દેખાઈ રહ્યું છે. શહેરના મળેલા જથ્થાને લઈ ખાનગી હોસ્પિટલોને થોડો થોડો જથ્થો ફાળવવામાં આવ્યો હતો.

સુરતમાં ઓક્સિજનની અછતને લઈને કલેક્ટર આકરા પાણીએ છે હવે. આઈનોક્સ કંપનીના પ્લાન્ટ પર પોલીસ મોકલીને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ઓક્સિજન પ્લાન્ટ પર રહેલા ટેન્કરને સીલ કર્યા હતા. કંપનીએ સુરતને 120 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો હતો. આઈનોક્સ કંપનીએ ઓક્સિજનમાં કાપ મુકતા જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઓક્સિજનનો જથ્થો પહેલા સુરતને જ આપવા આદેશ કરાયો હતો. સુરતનાં હજીરા ખાતે આવેલો છે ઓઈનોક્સ કંપનીનો ઓક્સિજન પ્લાન્ટ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">