Surat : મૂકબધિર યુગલનું રહસ્યમય મોત, 15 દિવસ પહેલા બંનેની થઇ હતી સગાઇ

Surat : યુવક-યુવતીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 દિવસ પહેલા મૂક-બધિર યુવક-યુવતીની સગાઈ થઈ હતી.

| Updated on: Feb 17, 2021 | 1:01 PM

Surat : યુવક-યુવતીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 દિવસ પહેલા મૂક-બધિર યુવક-યુવતીની સગાઈ થઈ હતી. તે બંનેના મૃતદેહ ફ્લેટના બાથરૂમમાંથી મળી આવ્યા છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટના શહેરના નાનપુરા વિસ્તારની છે. જ્યાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતા. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ ખુશ હતી. બન્નેનાં રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. મંગળવારની સાંજે બનેલી ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ગત સાંજે અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ ભાઈ અને ભાભી ન દેખાતાં શોધખોળ કરી તો બાથરૂમમાંથી મૃત મળી આવ્યા હતા, જેથી 108 બાદ પોલીસને જાણ કરી હતા. બાથરૂમમાં ગેસ-ગીઝરનો ગેસ-લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">