Surat Hospital Fire: સુરતની આયુષ હોસ્પિટલમાં લાગેલી આગનાં CCTV સામે આવ્યા, જુઓ કેવી મચી ગઈ અફરાતફરી

Surat Hospital Fire: સુરતની આયુષ હોસ્પિટલમાં તાજેતરમાં લાગેલી આગનાં CCTV ફુટેજ સામે આવ્યા છે. સુરતનાં લાલ દરવાજા ખાતે આવેલી આ કોવિડ હોસ્પિટલમાં ACમાં શોર્ટ સર્કિટ થવાનાં કારણે આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા હતા. 

| Updated on: Apr 28, 2021 | 1:29 PM

Surat Hospital Fire: સુરતની આયુષ હોસ્પિટલમાં તાજેતરમાં લાગેલી આગનાં CCTV ફુટેજ સામે આવ્યા છે. સુરતનાં લાલ દરવાજા ખાતે આવેલી આ કોવિડ હોસ્પિટલમાં ACમાં શોર્ટ સર્કિટ થવાનાં કારણે આગ ફાટી નિકળી હતી. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયા હતા.

ઘટના બની ત્યારનાં EXCLUSIVE CCTV હવે સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે હોસ્પિટલનાં કર્મચારીઓએ આગને જોઈ લીધા બાદ તરત જ એક્શનમાં આવી ગયા હતા અને તેમણે દર્દીઓને બહાર કાઢવાની શરૂઆત કરી દીધી હતી. ગણતરીની મિનિટોમાં તો હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે. ટીવી નાઈન પાસે આવેલા સીસીટીવી દ્રશ્યોમાં ઘટનાક્રમ કેદ થયો છે કે કઈ રીતે આગ લાગી અને સ્ટાફમાં અફરાતફરી મચી જાય છે.

સુરતની આયુષ કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે બનેલી આગની દુર્ઘટનામાં કોવિડના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા જો કે દર્દીઓની કોરોનાના કારણે સ્થિતિ ગંભીર હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. મહત્વનું છે કે, શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આયુષ કોવિડ હોસ્પિટલના પાંચમા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ICU વોર્ડમાં આગ લાગ્યા બાદ વોર્ડમાં દાખલ કોરોનાના 12 દર્દીઓનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">