Surat Corona: મ્યુનિસિપલ કમિશનરનો મહત્વનો નિર્ણય, કોરોનાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની રજા રદ કરી

Surat Corona: સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ વકરતાં મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે.  મ્યુનિસિપલ કમિશનરે કોવિડની કામગીરી સાથે સંકળાયેલા કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજા રદ કરી દીધી છે.

| Updated on: Apr 02, 2021 | 3:25 PM

Surat Corona: સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ વકરતાં મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે.  મ્યુનિસિપલ કમિશનરે કોવિડની કામગીરી સાથે સંકળાયેલા કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. 30 એપ્રિલ સુધી કોઈપણ કર્મચારીની રજા મંજૂર ન કરવા અધિકારીઓને આદેશ અપાયો છે. 30 એપ્રિલ સુધી રજાના દિવસોમાં પણ કોર્પોરેશનની કોવિડની કામગીરી ચાલું રહેશે મહત્વનું છે કે કોરોનાના નવા ટ્રેન્ડને કારણે શહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે.

જણાવવું રહ્યું કે સુરતમાં કોરોનાની બીજી લહેરમાં નવજાત શિશુઓ અને બાળકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પોઝિટિવ બાળકોની સંખ્યા વધારે નોંધાઈ છે. બાળકોમાં સંક્રમણનું મુખ્ય કારણ પરિવારના કોઈ સભ્ય કોરોના સંક્રમિત હોય ત્યારે જ આવે છે. પરિવારના સભ્યો જો કોવિડ-19ના નિયમોનું પાલન કરે તે બાળકો પણ સુરક્ષિત રહી શકે છે.

સુરતમાં કોરોનાના સંક્રમણી રફતાર તેજ બનતા નવી સિવિલ હોસ્પિટલમાં વધુ બે કોવિડ વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવી સિવિલની 10 માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારવાર શરૂ કરવામાં આવી છે,,આ ઉપરાંત પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં પણ બીજા અને ત્રીજા માળે કોવિડ-વોર્ડ ઉભા કરાયા છે, તો સ્મિમેર હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગ પાસે વધુ 200 જેટલા વેન્ટીલેટરની માગ કરવામાં આવી છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ એક તરફ રોકેટ ગતીએ વધી રહ્યું છે,,તો બીજી તરફ ખાનગી લેબમાં કોરોના ટેસ્ટિંગ માટે 2 દિવસનું વેટિંગ સામે આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,,,શહેરમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવના 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે,,જેને લઈ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે,,અને લોકો સામે ચાલીને જ ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત છે અને પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. અમદાવાદમાં કુલ 626 કેસ નોંધાયા તો 3 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે 598 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. અમદાવાદ શહેરમાં 613 કેસ સાથે 592 દર્દીઓ સાજા થયા જ્યારે 3 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો આ તરફ અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા તો 6 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા.

તો વધી રહેલા સંક્રમણ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ-સુરત-કચ્છ સહિતના જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિય લોકોનું પણ રસીકરણ ઝડપથી હાથ ધરવા આદેશ કર્યો છે અને સંબધિત જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને રસીકરણ માટે તાકીદ કરી છે તો સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં 15 જેટલા સંતો સંક્રમિત થતા મંદિર દર્શન માટે બંધ કરાવાયું છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">