Surat શહેરમાં એક દિવસમાં 10 લોકોનાં આપઘાત, તણાવથી લઈ ટિફીન અને લગ્નની ઉલઝનથી લઈ ઠપકો જવાબદાર

Surat શહેરમાં અલગ અલગ 10 આપઘાતની ઘટના સામે આવી છે. અલગ અલગ કારણોને લઈને આપઘાતની ઘટનામાં લગ્નની વાતતી માઠુ લાગવું કે પછી ટિફીન બનાવવાની વાત હોય, નાના કારણોને લઈને એક દિવસમાં 10 લોકોનાં જીવ ગયા છે.

| Updated on: Feb 11, 2021 | 11:42 AM

Surat શહેરમાં અલગ અલગ 10 આપઘાતની ઘટના સામે આવી છે. અલગ અલગ કારણોને લઈને આપઘાતની ઘટનામાં લગ્નની વાતતી માઠુ લાગવું કે પછી ટિફીન બનાવવાની વાત હોય, નાના કારણોને લઈને એક દિવસમાં 10 લોકોનાં જીવ ગયા છે. વિગતો પર નજર કરીએ તો

૧)  ડિપ્રેશનથી ત્રીજા માળેથી પડતું મુક્યું
મજુરાગેટ વિજય નગર ક્રિષ્નાશ્યામ કોમ્પલેક્ષ ખાતે રહેતા શશિકાંત રતિલાલ લેખડીયા(74) મિલ ચલાવતા હતા. એક વર્ષથી મિલ બંધ થઈ જતા તેઓ ડિપ્રેશનમાં હતા. બુધવારે ચાલવા જવાના બહાને કોમ્પલેક્ષના ત્રીજા માળ પર ટેરેસ પર ગયા હતા અને ટેરેસ પરથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતુ.

૨) લગ્નમાં જવાની ના પાડતા આપઘાત
રાંદેર ટેકરા ફળીયા ખાતે રહેતી કશિષ્ટ આસ્તીક પટેલ(17)ના મામાને ત્યાં લગ્ન પ્રસંગ આવી રહ્યો હતો. જેમાં જવા માટે કોરોનાના કારણે પરિવારે ના પાડતા કશિષ્ટને માઠુ લાગી આવ્યું હતું. જેથી તેણે ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સારવાર દરમિયાન મંગળવારે મોત થયું હતું.

૩) ટિફીન મુદ્ ઝગડા બાદ આત્મહત્યા
કોઝવેરોડ નવનાથ સોસાયટીમાં વિજય પેલેસ ખાતે રહેતી રૂપા ચંદુમોહન રાજપુત(18) પિતાથી અલગ માતા અને ભાઈ સાથે રહેતી હતી અને ઘરકામ કરતી હતી. ટીફીન બનાવવા બાબતે મંગળવારે ભાઈ સાથે ઝગડો થયા બાદ માઠુ લાગી આવતા મંગળવારે મોડી રાત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

૪) પારિવારિક ક્લેશમાં ઝેર દવા પીધી
નવાગામ ડિંડોલીમાં રહેતા રચનાબેન પવન મિશ્રા(27)ના પતિ કારખાનામાં કામ કરે છે. બે દિવસ પહેલા રચનાબેને ઝેરી દવા પી લીધી હતી.સ્મીમેરમાં સારવાર દરમિયાન તેમનું મંગળવારે મોત થયું હતું. રચનાબેનના પતિએ પોતાના પિતા અને ભાભી મિલકત ભાગ ન આપવો પડે માટે હેરાન કરતા હોવાથી રચનાએ આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો.

૫) સચીનમાં યુવકે ફાંસો ખાઈ લીધો
સચીન જીઆઈડીસી ખાતે રહેતા સંજય નાનક ચૌધરી(30)એ મંગળવારે પોતાના ઘરમાં પતરાની છતના લોખંડના પાઈપ સાથે મફલર વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. સંજયભાઈએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યુ તે જાણી શકાયું ન હતું.

૬) માઠું લાગતા ફાંસો ખાઇ આપઘાત
પાર્લેપોઈન્ટ પાસે ખાનસાહેબની વાડી ખાતે રહેતા ઉર્વેશ ચંદ્રકાંત પટેલ(20)ના પિતા અંબિકા નિકેતન બહાર પુજાની સામગ્રી પ્રસાદ વેચી ગુજરાન ચલાવે છે. ઉર્વેશ કામધંધો કરતો ન હોવાથી તે બાબતે માતા-પિતા ઠપકો આપતા હતા. દરમિયાન બુધવારે વહેલી સવારે ઉર્વેશે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

૭) ગોડાઉનમાં યુવકે ફાંસો ખાધો
અડાજણના નિકુંજ પટેલ(39)આભવામાં બિલ્ડવેરના ગોડાઉનમાં કામ કરતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી દુ:ખાવાની ફરીયાદ કરતા હતા. મંગળવારે ગોડાઉનમાં ફાંસો ખાઈ લીધો હતો. ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં મનમાં વિચારોના કારણએ આત્મહત્યા કરી રહ્યા હોવાનું લખ્યું હતું.

૮) એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
વેડરોડ ખાતે રહેતા મનોજભાઈ વિભીષણ સિહસતે(52) એકલવાયું જીવન વ્યતિત કરતા હતા. મંગળવારે એકલવાયા જીવનથી કંટાળીને મનોજભાઈએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમનેે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.

૯) પાંડેસરાના યુવકે ફાંસો ખાધો
પાંડેસરા કરશન નગર ખાતે રહેતા ગોપીનાથ ભગવાન પરીડા(25)એ પણ બુધવારે સવારે પોતાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પરંતુ ગોપીનાથે ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.

૧૦) અસ્થમાથી કંટાળી જીવન ટૂંકાવ્યું
ડિંડોલી જગદંબાનગર શ્રીહરી સોસાયટીમાં રહેતા ગોકુલ ઓમકાર લોહારે(76)નિવૃત્ત જીવન વ્યતિત કરતા હતા. તેઓ છેલ્લા દસ વર્ષથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. જેથી બીમારીથી કંટાળીને બુધવારે સવારે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">