સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી, જુઓ વીડિયો
સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે આવેલ જમાઇ નગરીમાં લાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર મોડી રાતે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો.
સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે આવેલ જમાઇ નગરીમાં લાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર મોડી રાતે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામે આવેલ જમાઇ નગરીમાં ગોડાઉનમાં આગ લાગી હતી. ઘરમાં મુકવામાં આવેલા લાકડાના જથ્થામાં ગત મોડી રાતે આગ લાગવાની ઘટના બની હતી જેણે આખા મકાનને ઝપેટમાં લીધું હતું.
સમગ્ર ઘટનાની જાણ સુમીલોન ફાયર વિભાગને કરવામાં આવતા સૂમિલોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Input Credit : – Mehul Bhokalva, Olpad