SURAT : 14 દિવસના બાળકનું 11 દિવસની સારવાર બાદ કોરોનાથી મોત

SURATમાં કોરોનામાં સપડાતાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં 13 વર્ષના મોટા વરાછાના બાળકનું CORONAથી મોત થયું હતું.

| Updated on: Apr 14, 2021 | 4:26 PM

SURATમાં કોરોનામાં સપડાતાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં 13 વર્ષના મોટા વરાછાના બાળકનું CORONAથી મોત થયું હતું. ત્યાર બાદ આજે SURAT સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું CORONAથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું CORONAની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.

જન્મના ત્રીજા દિવસે તબિયત લથડી
મૃતક બાળકના પિતા રોહિત વસાવાએ જણાવ્યું હતું કે બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા, જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવાયા હતા.

કિડની અને ખેંચની પણ બીમારી હતી
સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જોકે એ અને હું બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂત છીએ અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવીએ છીએ. પ્રસૂતા રાજશ્રીને આ બીજી પ્રસૂતિ હતી. પહેલી પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો હતો. આજે એ ચાર વર્ષની હોવાનું મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે મારા નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી. ત્યાર બાદ આ બધી તકલીફો ઊભી થઇ હતી. બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું. હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે.

બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હતો
સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત તબીબ વિજય શાહેએ જણાવ્યું હતું કે, બાળકનો જન્મ થયો હતો ત્યારે એનું વજન 2 કિલો 800 ગ્રામ હતું. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયુ ત્યારે 2 કિલો 200 ગ્રામ હતું. બાળકને ઝાડા-તાવ સાથે ડી હાઈડ્રેશન, જુદા જુદા ઇન્ફેક્શન અને રેપીડ ટેસ્ટ પોઝિટિવ સાથે સિવિલ લવાયું હતું. સેપ્ટિસિમિયાના કારણે બાળકનું મોત નીપજ્યું છે. બાળકને CORONA પોઝિટિવ હતો. પણ બીજી બીમારીને કારણે બાળકનું મૃત્યુ થયું હોય એ વાત પાક્કી છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">