ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા 25 જુનથી શરૂ થશે, 15 જુલાઈથી થશે વિદ્યાર્થીઓના એડમિશન

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઈચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ-1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઈચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ-1 માં પ્રવેશ (Admission) મેળવવા ઇચ્છતા બાળકો (Students) માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 25 જુનથી RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકાશે અને 5 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન ભરેલા ફોર્મની ચકાસણી બાદ 15 જુલાઈથી વિદ્યાર્થીઓના શરૂ થશે. ઓંલાઈન ફોર્મ rte.orpgujarat.com પર ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ સાથે ઓનલાઈન અપલોડ કરવાના થતા જરૂરી દસ્તાવેજોની માહિતી પણ વેબસાઈટ પર દર્શાવવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે જિલ્લા સ્તરે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 6 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન આવેલી અરજીઓ જિલ્લા શિક્ષણાધિકારી સ્તરેથી ચકાસણી થશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati