ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત પોપા બાઈની કથા! જાણો

કથા અનુસાર, ઘણા વર્ષ પહેલા એક ગામમાં પોપા બાઈ નામની સ્ત્રી રહેતી હતી. તે ભગવાન વિષ્ણુની અનન્ય ભક્ત હતી. તે દરરોજ ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુની સેવા-પૂજા કરતી હતી. પોપા બાઇએ પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન વિષ્ણુને સમર્પિત કર્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Hasmukh Ramani

May 24, 2022 | 10:02 AM

આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી વિષ્ણુ દરેક યુગમાં તેમના ભક્તોની રક્ષા માટે અવતાર ધારણ કરે છે. આજે ભગવાન વિષ્ણુના આવા જ એક સાચા ભક્તની કથા જાણીશું.

કથા અનુસાર, ઘણા વર્ષ પહેલા એક ગામમાં પોપા બાઈ નામની સ્ત્રી રહેતી હતી. તે ભગવાન વિષ્ણુની અનન્ય ભક્ત હતી. તે દરરોજ ભક્તિ ભાવથી ભગવાન વિષ્ણુની સેવા-પૂજા કરતી હતી. પોપા બાઇએ પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન વિષ્ણુને સમર્પિત કર્યું હતું. પોપા બાઇના માતા-પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું, તેથી તે તેના ભાઇ-ભાભી સાથે રહેતી હતી. સમય જતા પોપા બાઇની ઉંમર થતા તેના ભાઈએ લગ્ન માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ પોપા બાઇ લગ્નની ના કહેતા હતા.

થોડા દિવસ બાદ ફરી એક વખત લગ્નની વાત આવી, ત્યારે પોપા બાઈ એ લગ્ન કરવાની ના પાડી દીધી. આ જોઈ પોપા બાઈના ભાઈને ગુસ્સો આવ્યો અને તેની બહેનને કહ્યું કે, આજથી તું હવે કોઈ પણ પ્રકારની પૂજા-પાઠ કરીશ નહી. આ સાંભળીને પોપા બાઇ દુ:ખી થયા અને મોટા ભાઈને કહ્યું કે, હું કોઈની સાથે લગ્ન કરીશ નહીં કારણ કે મે મારૂ જીવન ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત કર્યું છે. મારે હવે તમારી સાથે પણ આ ઘરમાં રહેવું નથી. તેથી મારા માટે આ ગામની બહાર એક કુટીર બનાવી આપો જેથી હું ત્યા રહી અને ભગવાન શ્રી વિષ્ણુંની ભક્તિ કરી શકું. આ સાંભળીને પોપા બાઈના ભાઈએ તેમણે ઘણું સમજાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોપા બાઈ પોતાની વાત પર અડગ રહ્યા. અંતે પોપા બાઈના મોટા ભાઈએ તેમના માટે ગામની બહાર એક કુટીર બનાવી અને પોપા બાઈ ત્યાં રહેવા જતા રહ્યા.

થોડા સમય પછી એક દિવસ તે દેશનો રાજા તે કુટીર નજીક જંગલમાં શિકાર કરવા આવ્યો હતો. રાજાને તરસ લાગતા તે પાણી પીવા કુટીર પાસે પહોચ્યો. રાજા કુટીરના દરવાજા પાસે ગયો અને પાણી માટે અવાજ કર્યો. પરંતુ કોઈ જવાબ ના મળ્યો. રાજાએ અનેક વાર બૂમ પાડી છતા પણ પ્રત્યુત્તર ના મળ્યો અને અંતે કુટીરમાંથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. તેણે કહ્યું કે, તમે કોણ છો અને શા માટે અહીં આવ્યા છો. સ્ત્રીનો મધુર અવાજ સાંભળી રાજા પાણી પીવાનું ભૂલી ગયા અને તે મધુર અવાજ પર મોહિત થયા. રાજા મનમાં વિચારવા લાગ્યા કે, અવાજ આટલો મધુર છે તો તે સ્ત્રી કેટલી સુંદર હશે. રાજાએ પોપા બાઈને કહ્યું કે, હું આ દેશનો રાજા છું અને હું તારી સાથે લગ્ન કરીશ.

આ સાંભળી પોપા બાઇએ કહ્યું, હે રાજન તમે જ્યાંથી પધાર્યા છો ત્યા આદર પૂર્વક પરત ફરો, કારણ કે હું કોઈ પુરુષનું મુખ પણ જોતી નથી એટલે લગ્ન કરવા તો દૂરની વાત છે. પોપા બાઈની આ વાત સાંભળી રાજા વધારે ખુશ થયો અને કુટીરમાં પ્રવેશ કર્યો. રાજા પોપા બાઇને કુટીરમાંથી તેની ઉચ્છા વિરૂદ્ધ અપહરણ કરી ત્યાથી પોતાના રાજમહેલમાં લઈ ગયો. માર્ગમાં પોપા બાઇએ ઘણો વિરોધ કર્યો, પરંતુ તે રાજાનો સામનો કરી શકી નહી.

પોપા બાઈ જ્યારે રાજા સાથે રાજમહેલ પહોંચી ત્યારે તેણે ક્રોધિત થઈ રાજાને શ્રાપ આપ્યો અને કહ્યું કે, તારું રાજ-પાટ અને તું બધું જ નષ્ટ પામશે. રાજ મહેલમાં જ્યારે રાજાની અન્ય રાણીઓને આ વાતની ખબર પડી તો, તે બધી રાણીઓ રાજા પાસે પહોંચી અને રાજાને કહ્યું કે, તમે આ સ્ત્રીને જ્યાથી લાવ્યા છો, તરત જ તેને ત્યા પરત લઈ જાઓ અને મુક્ત કરો, નહીં તો આ સ્ત્રી આપણા રાજ્યના વિનાશનું કારણ બની શકે છે.

રાજાએ તેમની રાણીઓની વાત સાંભળી ઉંડાણ પૂર્વક વિચાર કર્યા પછી નક્કી કર્યું કે, પોપા બાઈને મુક્ત કરી કુટીરમાં તેને મુકવા જશે. ત્યારબાદ રાજા પોપા બાઇને લઈ રાજ મહેલથી નિકળા અને માર્ગમાં પાપની એક નદી આવી જેમાં રાજા ડૂબી ગયો અને તેનું મૃત્યું થયું. પોપા બાઈને આ જોઈ ખૂબ જ દુ:ખ થયું કારણ કે કોઈ અજાણ્યા પુરૂષે તેમનું અપમાન કર્યું અને તેનું સતીત્વ નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આથી પોપા બાઇએ પોતાની આત્મ શક્તિથી દેહ ત્યાગ કર્યો. ત્યારબાદ પોપા બાઇ યમલોક પહોંચ્યા, ત્યાં યમરાજ એટલે કે ધર્મરાજાએ પોપા બાઇને કહ્યું કે, પોપા બાઇ તમને વૈકુંઠમાં સ્થાન નહી મળે, કારણ કે તમારૂ મૃત્યું વિધિ વિધાનથી નહી પરંતુ તમારી ઇચ્છા શક્તિથી થયું છે. પરંતુ ભગવાન શ્રી વિષ્ણુની આજ્ઞા છે કે તમને સોનાનનું રાજ્ય આપવામાં આવે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati