Kam Ni Vaat : મતદાર યાદીમાં ઓનલાઈન સુધારો કેવી રીતે કરશો ? જાણો તમારા કામની વાત

તમારે મતદાર યાદીમાં તમારા નામમાં સુધારો-વધારો કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવાની કોઈ જરુર નથી, તમે જાતે જ ઓનલાઈન સુધારો કરી શકો છો અને તે ઘણું સરળ પણ છે.

Dipali Barot
| Edited By: | Updated on: Sep 19, 2022 | 1:04 PM

લોકતંત્ર (Democracy)નો ભાગ્યવિધાતા હોય છે મતદાતા (Voter). દરેકે પોતાના કિંમતી મતનો ઉપયોગ કરવો જ જોઈએ અને આ દરેક નાગરિકની પહેલી ફરજ છે. ઘણા લોકો અલગ સરનામા પર શિફ્ટ થયા હોય તો તેમને જૂની મતદાર યાદી (Electoral Roll) માંથી નામ કઢાવી નવી જગ્યાએ મતદાર યાદીમાં નામ નોંધાવવાનું હોય છે. નામમાં કોઈ સુધારો કરાવવાનો હોય છે. આવા અનેક સુધારા કરાવવાની લોકોને જરૂર પડતી હોય છે. પરંતુ ઘણા નાગરિકોની ફરિયાદ હોય છે કે તેઓ ઓફિસ કે બહારના કામમાં બિઝી હોવાથી લાઈનમાં ઉભા રહી મતદાર યાદીમાં સુધારો કરાવી શકે તેમ નથી. આવા લોકો માટે એક ગુડ ન્યૂઝ એ છે કે હવે તમારે મતદાર યાદીમાં તમારા નામમાં સુધારો-વધારો કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવાની કોઈ જરુર નથી. તમે જાતે જ ઓનલાઈન (Update Online) આ કામ કરી શકો છો અને તે ઘણું સરળ પણ છે.

કેવી રીતે મતદાર યાદીમાં ઓનલાઈન કરશો સુધારો ?

1. તો સૌથી પહેલા તમારે નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ www.nvsp.in ઓપન કરવાનું છે.

2. આ વેબસાઈટ પર તમને હોમ પેજમાં જ પહેલી વાર નામ રજિસ્ટર્ડ કરાવવાનું, જો તમે ભારતમાં ન રહેતા હો અને તમારે તમારું નામ ઓવરસીસ વોટર (Overseas Voter) તરીકે રજિસ્ટર કરાવવું હોય તો, મતદાર યાદીમાંથી નામ દૂર કરવા, નામ કે સરનામામાં કોઈ ભૂલ હોય તો તે સુધારવા માટેના તમામ ઓપ્શન્સ મળી રહેશે.

3. બસ તમારે જે કામ છે તે લિંક પર ક્લિક કરશો એટલે તરત જ તેના માટેનું ઓનલાઈન ફોર્મ (Online Form) ખૂલી જશે.

4. આ ઓનલાઈન ફોર્મમાં જરૂરી માહીતી ભરો.

5. તમારે તમારા ડોક્યુમેન્ટ્સમાં જે નામ ચાલતું હોય તે પ્રમાણે તમારું નામ લખવાનું છે.

6. મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારા-વધારા કરાવવા માટે તમારે વેલિડ આઈડી કે પછી એડ્રેસ પ્રુફની સોફ્ટ કોપી અટેચ કરવી પડશે.

7. જેના માટે તમે મોબાઈલ ફોનમાં જ સીધો તેનો ફોટોગ્રાફ લઈને તેને તમારા કમ્પ્યુટર કે લેપટોલમાં સેવ કરી શકો છો અથવા તો મોબાઈલથી જ તેને અપલોડ કરી શકો છો.

8. એપ્લિકેશન સબમિટ થતાં જ મેસેજ મળશે.

9. તમે જેવું તમારું ફોર્મ સબમિટ કરશો કે તમને તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તેનો SMS આવી જશે અને તમે જે ઈમેલ આઈડી આપ્યું હોય તેમાં પણ મેલ મળી જશે.

10. અહીં તમને તમારો એપ્લિકેશન નંબર તેમજ એપ્લિકેશનનું સ્ટેટસ ટ્રેક કરવા માટેની લિંક પણ મળી જશે.

11. અહીંથી તમે મતદાર ઓળખની ઇલેકટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">