Kam Ni Vaat : ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવું છે ? તો ઘરે બેઠાં સરળતાથી બદલી શકો છો સરનામું. જાણો તમારા કામની વાત

મતદાર ઓળખ કાર્ડમાં (Voter ID Card) સમયાંતરે ઘણા ફેરફારો કરવા પડે છે. ઘણી વખત ઘર બદલવાની સ્થિતિમાં કે છોકરીઓના લગ્નના કારણે મતદાર ઓળખ કાર્ડમાં સરનામું બદલવું પડે છે.

Dipali Barot
| Edited By: | Updated on: Oct 25, 2022 | 3:23 PM

ચૂંટણી (Election)ની મોસમ જામી ચુકી છે. આવી સ્થિતિમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમારી પાસે વોટર આઈડી કાર્ડ (Voter ID Card) હોવું ખૂબ જ જરૂરી છે. વોટર આઈડી કાર્ડની મદદથી દરેક મતદાર દેશની નગરપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન (Voting) કરી શકે છે. આ સાથે મતદાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ એટલે કે સરનામાનું પ્રૂફ (Address proof) છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી કાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ (Identity card) તરીકે થાય છે. જેનો અનેક જગ્યાએ ઉપયોગ થાય છે.

આવી સ્થિતિમાં, મતદાર ઓળખ કાર્ડમાં સમયાંતરે ઘણા ફેરફારો કરવા પડે છે. ઘણી વખત ઘર બદલવાની સ્થિતિમાં કે છોકરીઓના લગ્નના કારણે મતદાર ઓળખ કાર્ડમાં સરનામું બદલવું પડે છે. જો તમે પણ વોટર આઈડી કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલવા ઈચ્છો છો તો તમે તમારું આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરનું સરનામું બદલવાની સમગ્ર પ્રક્રિયા વિશે.

ચૂંટણી કાર્ડમાં ઓનલાઈન આ રીતે બદલો સરનામું

મતદાર IDમાં સરનામું બદલવા માટે

1. સૌપ્રથમ તમે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (National Water Service Portal) www.nvsp.in પર ક્લિક કરો.

2. અહીં તમે Correction of entries in electoral roll વિભાગ પર ક્લિક કરો.

3. અહીં તમે ફોર્મ 8 પર ક્લિક કરો.

4. જ્યાં તમને વોટર આઈડી કાર્ડમાં કરેક્શનનો વિકલ્પ જોવા મળશે.

5. જેમાં તમે રાજ્ય, વિધાનસભા અથવા સંસદીય ક્ષેત્રની માહિતી ભરો.

6. આ પછી મતદાર યાદીનો નંબર, જાતિ, પરિવારમાં માતા-પિતા અથવા પતિ-પત્ની વિશેની માહિતી ભરો.

7. તમે સરનામું બદલવા માંગો છો તો તે વિકલ્પ પસંદ કરો અને તેમાં જરૂરી માહિતી ભરો.

8. આ પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખો, અને સબમિટ કરો.

9. તમારી વિગતોની ચકાસણી કર્યા પછી તમને સુધારેલું મતદાર આઈડી કાર્ડ (Revised Voter ID Card) મોકલવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">