“નાના બાળકોને આટલું કામ કેમ મોદી સાહેબ?”: 6 વર્ષની બાળકીના વિડીયોની અસર, J&K ના ઉપરાજ્યપાલે આપ્યા આ આદેશ

એક છ વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિડીયો સંદેશમાં ફરિયાદ કરી છે. જેમાં તેના દ્વારા ઓનલાઇન શિક્ષણમાં દ્વારા હોમવર્કના ભારે બોજ અંગે ફરિયાદ કરવામાં આવી છે.

| Updated on: Jun 01, 2021 | 4:36 PM

ઈન્ટરનેટની દુનિયા ગજબની છે. અવારનવાર કંઇકના કંઇક વાયરલ થતું રહેતું હોય છે. ઘણી વાર વાયરલ વિડીયોની (Viral Video) અણધારી અસર જોવા મળતી હોય છે, અને અવિશ્વાસનીય પરિણામ પણ આવતા હોય છે. નાના બાળકોના વાયરલ થતા ક્યૂટ વિડીયો પણ લોકોને ખુબ પસંદ આવતા હોય છે. આવામાં વાયરલ થયેલા એક ક્યૂટ વિડીયોની એવી અસર થઇ કે સરકારે નિતીમાં ફરફાર કરવાની ફરજ પડી ગઈ.

જી હા એક છ વર્ષની બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (6 year old girl appeals to PM Modi) એક વિડીયો સંદેશમાં ફરિયાદ કરી છે. જેમાં તેના દ્વારા ઓનલાઇન શિક્ષણમાં દ્વારા હોમવર્કના ભારે બોજ અંગે ફરિયાદ કરવામાં આવી છે. આ વિડીયોએ ફક્ત ઇન્ટરનેટ ઉપર દિલ જ નથી જીત્યા, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir ) સ્કૂલનાં બાળકો પરના દબાણને ઘટાડવાની નીતિમાં પરિવર્તનની શરૂઆત કરી છે.

ટ્વિટર પર પોસ્ટ થયેલા આ ટૂંકા વિડીયોમાં બાળકીએ પ્રધાનમંત્રી મોદીને શાળાના બાળકો પરના હોમવર્કનો ભાર ઘટાડવાની અપીલ કરી છે. સમાચાર લખવાના સમય સુધી વીડિયો લગભગ 4.70 લાખ વખત જોવામાં આવ્યો. આ વિડીયોએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનું ધ્યાન ખેંચ્યું છે. ઉપરાજ્યપાલે બાળકોનો ભાર ઘટાડવાના નિર્દેશ પણ આપ્યા છે. જી હા ઉપરાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ ઉપર હોમવર્ક ભારણ ઘટાડવા 48 કલાકમાં નીતિ ઘડવા શાળા શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે.

“અસલામુઆલાઇકુમ મોદી સાહેબ” શબ્દોથી આ બાળકીએ પોતાના વિડીયો સંદેશની શરૂઆત કરીને પીએમને અપીલ કરી છે. બાળકી તેના શિક્ષકોએ ઝૂમ વર્ગો દ્વારા વધુ હોમવર્ક આપ્યા હોવાની ફરિયાદ (burden of classes and homework) કરતી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે નાની ઉંમરમાં ભણતર અને વધુ માર્ક્સ લાવવાની હોડમાં સ્કૂલ દ્વારા વધુને વધુ હોમવર્ક આપવામાં આવતું હોય છે. જેની ફરિયાદ પણ આ બાળકી કરતી જોવા મળી રહી છે.

બાળકી કહે છે “નાના બાળકોને આટલું બધું હોમવર્ક કેમ આપતા હોય છે”. બાળકી પોતાની દિનચર્યા ગણાવે છે, તેમાં તે કહે છે કે તેણે બહુ કામ કરવું પડે છે અને લાંબા સમય સુધી ઝૂમ ક્લાસ ભરવા પડે છે. બાળકી એમ પણ કહે છે કે “આટલું કામ તો મોટા બાકલોને હોવું જોઈએ, નાના બાળકોને એટલું કામ કેમ આપે છે આ લોકો મોદી સાહેબ.” આમ કહીને તે ફતીયાદ કરે છે, જેની અસર થતી જોવા મળી રહી છે.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">