Special 26: બાવળામાં income Tax અધિકારી બનીને આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 4 કરોડનાં સોનાની લૂંટ

Special 26: ફરી એક વખત આંગડિયા કર્મીઓ લુંટારૂઓના નિશાને આવ્યા છે. બાવળા-બગોદરા હાઈવે પર પર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચાર કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી.

| Updated on: Feb 24, 2021 | 7:31 PM

Special 26: ફરી એક વખત આંગડિયા કર્મીઓ લુંટારૂઓના નિશાને આવ્યા છે. બાવળા-બગોદરા હાઈવે પર પર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચાર કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી. આરોપીઓએ લૂંટ કરવા નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી તેમણે આવકવેરા વિભાગના (income Tax )અધિકારી હોવાનું જણાવી કર્મચારીઓને રોક્યા અને ત્યારબાદ સોનુ પડાવી લઈને આંગડીયાના કર્મીને ખાનગી કંપની પાસે ખેતરમાં બાંધી આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસ કરતા જીપીએસ ટ્રેકર અને થેલો કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ આરોપીઓને શોધવા અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

તપાસ દરમિયાન અમદાવાદના રતનપોળમાં આવેલી માધવલાલ મગન પટેલ અને અમરત માધવ નામની આંગડીયા પેઢીના કર્મચારીઓ લુંટાયા હોવાનુ સામે આવ્યુ છે..4 કરોડ ના લૂંટને અંજામ આપનાર 6 આરોપી ની પોલીસે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સનો પણ આધાર લઈ માલિકોની પણ પૂછપરછ હાથ ધરી છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">