SOMNATH : વડાપ્રધાન મોદીએ 400 કરોડ રૂપિયાના વિકાસ કામોને આપી મંજૂરી, સોમનાથની થશે કાયાપલટ

SOMNATH : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસે વેગ પકડ્યો છે.

| Updated on: Jan 30, 2021 | 1:48 PM

SOMNATH : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસે વેગ પકડ્યો છે. પીએમ મોદીએ 400 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપી દીધી છે. આ 400 કરોડ પૈકી 300 કરોડ રૂપિયામાંથી દરિયાઈ જીવસૃષ્ટિને નીહાળી શકાય તે માટે એક્વેરિયમ તૈયાર કરવામાં આવશે. તો નવું પાર્વતી મંદિર, ઝુલતો પુલ, નવું એસટી બસ સ્ટેન્ડ પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે ત્રિવેણી સંગમ પર ઘાટ તૈયાર કરવામાં આવશે અને બંને કિનારાને હરિદ્વારની જેમ જોડી દેવામાં આવશે. તો સોમનાથની કાયાપલટ થયા બાદ પ્રવાસન વિભાગને વેગ તો મળશે જ સાથે જ સ્થાનિક રોજગારી પણ વધશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">