રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરની મોમોનીઝ રેસ્ટોરેન્ટમાં ત્રણ યુવકોની ચોંકાવનારી હરકત સામે આવી. રેસ્ટોરેન્ટમાં મફતમાં ભોજન મેળવવાનો આ યુવકોએ પ્રયાસ કર્યો.. પરંતુ તેમની આ હરકત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.. અને તેમના પ્લાન પર પાણી ફરી વળ્યું. બે શખ્સોએ પહેલા તો પોતાના માથામાંથી જ હળવેથી વાળ તોડ્યા.. અને બાદમાં ટેબલ પર પડેલા ભોજનમાં નાખી દીધા. ત્યારબાદ ભોજનમાં વાળ દેખાડીને તેમણે ઝઘડો શરૂ કર્યો. અને રેસ્ટોરેન્ટના માલિક સામે બબાલ કરી.