રાજ્યમાં 5 દિવસ ભયંકર ગરમીનો સામનો લોકોને કરવો પડી શકે છે. બપોરના સમયે બહાર નીકળતા જ અંગ દઝાડતી ગરમી લાગી શકે. હવામાન વિભાગે 15 મે સુધી હિટવેવની આગાહી કરી છે. અને તેનો અનુભવ પણ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો વધશે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ..ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને વડોદરા, સુરતમાં પણ યલો એલર્ટ..આવતીકાલથી રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી..ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની અસર રહેશે..સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, સાયક્નોલિક સર્ક્યૂલેશન સક્રીય થતાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જઈ શકે છે.