કચ્છના નાના રણમાં વછરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાની પ્રજાતિનું ફેનેક શિયાળ કેમેરામાં કેદ થયું.. ફેનેક શિયાળ લુપ્ત થતી પ્રજાતિનું પ્રાણી ગણાય છે.. વન વિભાગની ટીમના પેટ્રોલિંગ સમયે શિયાળ નજરે પડ્યું.. મોટાભાગે સહારાના રણમાં જોવા મળતું ફેનેક શિયાળ કચ્છના નાના રણમાં દેખાતા કૂતુહલ સર્જાયું.. સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં જ્યારે વછરાજ બેટના પાછળના ભાગમાં. ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે વિશ્વનું સૌથી નાના કદનું શિયાળ કેમેરામાં કેદ થયું હતું. ફેનેક શિયાળનું કદ ખૂબ જ નાનું હોય છે. તેની લંબાઈ આશરે એક ફૂટ જેટલી અને વજન માત્ર એક કિલો જેટલું હોય છે. ફેનેક શિયાળ મોટાભાગે સહારાના રણમાં જોવા મળતું હોય છે. ત્યારે કચ્છના નાના રણમાં તેનું દેખાવું. એક મોટું કૂતુહલ છે.