ભગવાન શ્રી સ્વામિનારાયણ લિખિત 'શિક્ષાપત્રી'ના 200 વર્ષ પૂર્ણ થવા અવસરે, એક એવો આવિષ્કાર સામે આવ્યો છે જેણે સમગ્ર વિશ્વને અચંબિત કરી દીધું છે.રાજકોટના કલાસાધક નિકુંજ વાગડિયાએ પોતાની વર્ષોની સાધના બાદ વિશ્વની સૌથી સૂક્ષ્મ 3D શિક્ષાપત્રી તૈયાર કરી છે,તેનું વજન જાણીને તમે ચોંકી જશો કે કે આ શિક્ષાપત્રિનું વજન માત્ર 5 ગ્રામ જ છે.આ એક એન્જિનિયરિંગ અને કલાનો ચમત્કાર છે. 22 કેરેટ શુદ્ધ સોનું, ચમકતા હીરા, મોતી, માણેક અને પન્ના જેવા રત્નોથી આનું મુખપૃષ્ઠ તૈયાર કરવામાં આવ્યું છે. આ મુખપૃષ્ઠમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ માત્ર 06 mm ના સૂક્ષ્મ કદમાં કંડારાયેલી છે, જે નરી આંખે જોવી પણ એક લ્હાવો છે. નિકુંજ વાગડિયાએ આ શિક્ષાપત્રી માટે એક વિશેષ ચાંદીનું સિંહાસન પણ બનાવ્યું છે. આ સિંહાસન પર શિક્ષાપત્રીના મુખ્ય આદેશોને 3D મૂર્તિઓ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે, જે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનો જીવંત પુરાવો છે. આ કાર્યક્રમ દ્વારા એક સાથે ચાર-ચાર વિશ્વવિક્રમો સર્જાવા જઈ રહ્યા છે.વડતાલધામ અને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે