આજે એટલે કે 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવાની છે. આજે ટીમ ઈન્ડિયા ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. મેચ જોવા માટે દેશ-વિદેશના અનેક લોકો આવી રહ્યા છે ત્યારે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ મેચ જોવા માટે સ્ટેડિયમ જવા રવાના થઈ છે.